________________
મૂળભૂત સ્વભાવને પ્રધાન બનાવનારા જ્ઞાતાદષ્ટાભાવનો આશ્રય કરવો એ પણ શાસ્ત્રમાન્ય જ છે. માટે “તું કાંઈ કરી શકે છે'- એ બ્રાન્તિ કાઢી જ નાખ. “આ કરું – તે કરું’ એમ કરું-કફની ભૂતાવળમાં તો અનંતકાળ વહી ગયો. છતાં હાથમાં કશું નક્કર તત્ત્વ ન આવ્યું. આત્મસમજણ વિના કેવળ બાહ્ય સક્રિયા દ્વારા નિજસ્વભાવ પકડાય તેમ નથી. ક્રિયાજડતાથી ન મળે તે પરમાનંદ જ્ઞાતાદાભાવની ઉજળી સમજણ દ્વારા તરત પ્રગટે છે. આધારભૂત આત્મા સ્કુરાયમાન થાય છે.
વળી, તારું અખંડ* અસ્તિત્વ તો પૂર્ણ-શુદ્ધ-ધ્રુવ આત્મદ્રવ્યમાં જ છે, અમલ આત્મસ્વભાવમાં જ છે. અધૂરા, અશુદ્ધ અને પરિવર્તનશીલ પર્યાયમાં તો તારું અખંડ સ્થિર સંપૂર્ણ અસ્તિત્વ છે જ નહિ. તો પછી તું પર્યાયમાં ફેરફાર કઈ રીતે કરી શકે? જ્યાં તારું અખંડ અવિકલ અસ્તિત્વ જ ન હોય ત્યાં પરિવર્તન કરવાની તારી શી ગુંજાઈશ ?
“દરેક તત્ત્વ પોતાના સ્વભાવમાં જ રહે છે. મૂળભૂત સ્વભાવથી કદાપિ કયાંય પણ કોઈ પણ ચીજ વિચલિત થતી નથી. તેથી હું પણ મારા સ્વભાવમાં જ રહેલો છું'-આવી અંતઃકરણની *નિર્મળ સમ્યક પ્રજ્ઞાના માધ્યમથી, ઉજ્જવળ આત્મજ્ઞાનના આલંબનથી શુદ્ધ આત્મતત્ત્વ સ્વયં પ્રગટ થાય છે. તો શા માટે “આ કરું, તે કરું....' એવા વિચારવમળમાં, કર્તુત્વભાવના કાદવમાં અટવાય છે ? માત્ર બાહ્ય કાયકષ્ટથી તારું કામ થવાનું નથી. કેવળ બાહ્ય ક્રિયામાં આનંદ માણીને, આચારમાત્રથી સંતુષ્ટ થવાની વૃત્તિ કેળવવાના કારણે જ અંદરમાં અસંગ આત્મતત્ત્વ તરફ જરાય નજર જ થતી નથી. આવી મૂઢ અવસ્થામાં જીવ માત્ર બાહ્યપુરુષાર્થવાદી .. नयान्तरेणाऽभिनिविष्टनयखण्डनस्यापि शास्त्रार्थत्वात् । (न्यायखंडखाद्य - पृ.२०)
कर्मकाण्डदुरवापमिदं हि प्राप्यते विमलबोधधवलेन । खिद्यते किमु वृथैव जनस्तद् देहदण्डनमुखैः कृतिकाण्डैः ? ॥
(અધ્યાત્મવત્ કરૂ૦) 2. સંશવિજ્યનાડી નેણા યહૂવાના | (કથ્યાત્મસાર ૧૮રૂ?) * સર્વોડ અસ્થમા જીવ નિવસતિ;
तत्परित्यागेनान्यत्र तस्य निःस्वभावताप्रसङ्गात् । (अनुयोगद्वार-मलधारवृत्ति-पृ.२०८) , व्यवहारविमूढस्तु, हेतूंस्तानेव मन्यते । વર્ધાિરિત સ્થાન્તિસ્તત્ત્વ ખૂટું ન પતિ || (અધ્યાત્મસાર ૨૮૨૩૭)
૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org