________________
સાચો ખ્યાલ આવવા માત્રથી જ તમામ પ્રકારની વિપરીતતા છૂટી જાય છે. આત્મરતિ-આત્મગુણપ્રીતિ-આત્મસ્વભાવરુચિ ખીલતી જાય છે. આગળ વધતાં તાત્ત્વિક ચિન્મયતા પ્રગટે છે. પોતાની આંતરદષ્ટિ પલટાઈ જાય છે. પલટવી નથી પડતી.
કેવલજ્ઞાનના પર્યાયની જેમ તારા જ્ઞાનના પર્યાય પણ નિરંતર સ્વયં પલટાયા કરે છે. પોતાની સમજ મુજબ પલટાયા જ કરે છે. તેથી જ્ઞાનપર્યાય પલટું, મારી સમજ પલટું- આ વિચાર જ કેમ ઉપસ્થિત થાય? પર્યાયની આવી મૌલિકતા અને સ્વતંત્રતા જો જ્ઞાન અને શ્રદ્ધામાં આત્મભાવભાસનપૂર્વક રુચિ જાય, જચી જાય, જામી જાય તો જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાય આપમેળે પલટાઈને સમ્યફ કાર્ય કર્યા વિના રહી જ ના શકે, શુદ્ધિ થયા વિના ના જ રહે. પછી જીવ કર્મ બાંધી જ ના શકે. પણ જાગૃતિભર્યું આ આંતરિક કાર્ય નિતાંત આત્મકલ્યાણકામી-પ્રબળ આત્મહિતરુચિવાળો આત્માર્થી જીવ જ પ્રયોગમાં લાવી શકે છે.
જે કાંઈ થઈ રહ્યું છે તે નિર્લેપભાવે જીવને માત્ર સમજવાનું રહે છે. બરાબર સમજવાથી બધું બરાબર થઈ જાય છે. આ કેવળ કથન નથી. વસ્તુસ્થિતિ પણ આ મુજબ જ છે. “મારું જ્ઞાન-સમજણ નિર્મળ થઈ રહેલ છે' આ પ્રમાણે જ્ઞાનપર્યાયના પરિણમનનું લક્ષ્ય પણ છોડી જ દે. “એનાથી પણ હું ભિન્ન છું' એમ નિર્ણય થવા દ્વારા અસંગ નિર્વિકલ્પ આત્મસ્વભાવ ઉપર દષ્ટિ સ્થિર થતાં ક્રમબદ્ધ તમામ પર્યાય પ્રત્યે પૂર્ણ ઉદાસીન ભાવ આવે છે. આમ ક્રમબદ્ધ-શ્રેણીબદ્ધ-સર્વજ્ઞદષ્ટ અનિવાર્ય-અવ્યાહત પર્યાય શ્રેણીની દઢ શ્રદ્ધા થતાં આત્માનું અકર્તાપણું-અભોક્તાપણું નિશ્ચિત કરવા દ્વારા શુદ્ધ ભાવે, સિદ્ધ સ્વભાવે આત્માને પરિણાવવો એ જ તો પ્રસ્તુત જ્ઞાતા-દેષ્ટાભાવની સાધનાનું નવમું આગવું પ્રયોજન છે.
હે વત્સ ! જ્યાં સુધી “મારાથી કાંઈક થઈ શકે છે. હું કાંઈક કરી શકું છું’ એવા ખ્યાલને અહંકારને જીવ છોડશે નહિ ત્યાં સુધી તે કાંઈને કાંઈ કરવાની ભ્રાન્ત વિચારધારામાં જ અટવાયે રાખશે. પોતાના શાંત, સ્થિર અને નિષ્ક્રિય આત્મસ્વરૂપમાં ત્યાં સુધી તે ઠરી નહિ શકે. તારા જ્ઞાનમય સ્થિર સ્વભાવમાં ઠરવામાં અનાદિ કાળથી નડતરરૂપ થતા કદાગ્રહી કર્તુત્વ-ભોક્નત્વભાવને હાંકી કાઢવા માટે તારા પરમશાંત-સ્થિર-નિષ્ક્રિય
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org