________________
ઉપયોગને અંદરમાં વાળવાનો છે, પર્યાયને શુદ્ધ કરવાના છે, સમજણને પલટવાની છે - એ વાત સાચી છે. પરંતુ જડ-ચેતન સર્વ પદાર્થો પરમાર્થથી પોતપોતાના સ્વભાવઅનુસાર પોતાના પર્યાયને સતત કરે જ છે’- આવી હાર્દિક સાચી સમજણ પ્રગટ કરીને અસંગ સાક્ષીમાત્ર આત્મભાવમાં જમાવટ કરતાં એ બધું જ અનાયાસે સહજતઃ થઈ જાય છે. પછી જીવ કોઈ પણ કર્મના પ્રપંચમાં અટવાતો નથી કે જડકર્મપ્રપંચને ફેલાવતો નથી. પણ એમાં તારે કર્તુત્વભાવનો ભારબોજ રાખવાની જરૂર નથી.
‘મારી *સમજણને પલટાવું' એમ વિચારવાનો પણ વાસ્તવમાં તને અધિકાર નથી. કારણ કે આવા અધિકારના બહાને પણ જીવ સૂક્ષ્મ કર્તૃત્વભાવમાં અટવાયેલો જ રહે છે. તાત્ત્વિક સ્વભાવલીનતાને, આત્મલયને તે મેળવી શકતો નથી. સમજણ સુલટાવવાની પણ મથામણમાં રોકાયેલો સાધક કર્તૃત્વભાવના બંધનમાંથી પૂરેપૂરો બહાર આવી શક્તો નથી અને પૂર્ણતયા આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી કે પ્રગટપણે અનુભવી શકતો નથી. સર્વત્ર સર્વદા . સહુ કોઈને પરમાર્થથી માત્ર જેમ છે તેમ સમજવાનો જ સ્થાયી અધિકાર મળેલ છે. તથા વાસ્તવિક સમજણ પણ નિયતિને મંજૂર હશે તો જ પરમાર્થથી મળશે. તેથી સમજવાના કાયમી અધિકારને પણ ભોગવવામાં લેવાતો નહિ, ખેંચાતો નહિ. સાચી સમજમાંથી પણ અસંગપણે પસાર થતો રહેજે.
વાસ્તવમાં તો પોતાનામાં જે જેવું જે રીતે થઈ રહ્યું છે તેને યથાર્થપણે સમજવા માત્રથી જ પોતાના પરિણામ પલટાઈ જાય છે, સવળા થઈ જાય છે. સવળા ક૨વા નથી પડતા. ‘હું શુદ્ધ ચેતન તત્ત્વ છું. શરીર, ઈન્દ્રિય અને મનના વિષયથી વાસ્તવમાં હું સાવ જુદો જ છું.મારે અને તેને કશોય સંબંધ જ નથી. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ ઠરવાનું છે. પરમાર્થથી તો હું મારા પૂર્ણાનંદમય શુદ્ધ આત્મસ્વભાવમાં જ રહેલો છું.'- આ રીતે
* सर्वे भावा निश्चयेन स्वभावान् कुर्वन्तीत्थं साधुसिद्धान्ततत्त्वम् ।
भिन्नद्रव्यीभूतकर्मप्रपञ्चं, जीवः कुर्यात्तत्कथं वस्तुतोऽयम् ॥ ( अध्यात्मबिन्दु १/२२ ) ★. यावत्प्रयत्नलेशो यावत्सङ्कल्पना काऽपि ।
तावन्न लयस्यापि प्राप्तिस्तत्त्वस्य का नु कथा ? ।। (योगशास्त्र १२ /२०) > स्वत्वेन स्वं परमपि परत्वेन जानन्समन्तात्; स द्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः । स्वात्मन्येवाभिरतिमुपयन्स्वात्मशीली स्वदर्शीत्येवं कर्ता कथमपि भवेत् कर्मणो નૈપ નીવ: ।। (અધ્યાત્મવિન્દુ /ર૬)
Jain Education International
For Private & Personal Use Only
૨૨૫ www.jainelibrary.org