________________
થાય છે. તેથી તેના નિમિત્તે કર્મબંધ થતો નથી પણ દઢ ઉદાસીનભાવ ઘૂંટાતો હોવાથી સકામ કર્મનિર્જરા થાય છે. આમ કર્માધીન બીજા વિભાવકાર્ય થતા હોય ત્યારે પણ સાનુબંધ પ્રબળ સકામ કર્મનિર્જરા કરાવે તે રીતે આત્મસ્વભાવમાં રહેવાનો પ્રબળ અંતરંગ પુરુષાર્થ સહજત કરવો એ જ તો અસંગ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું આઠમું અમોઘ પ્રયોજન છે.
વત્સ ! જ્યાં સુધી પરિણમનનું-ફળનું લક્ષ રહે છે ત્યાં સુધી હું પુરુષાર્થ કરું, અંતરમાં વળું, મારા મલિન પર્યાયને હટાવું, પરિણામને શુદ્ધ કરું, પર્યાયને આત્મસન્મુખ વાળું, મારી પદ્ધતિ ખોટી છે તો બદલાવી લઉં, મારી પ્રક્રિયા સુધારી લઉં, મારી સમજણને પલટાવું, સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જાઉં...' આવી કર્તુત્વભાવના બોજાવાળી સૂક્ષ્મ બ્રાન્તિ ઉપરની કક્ષામાં ય સાધકને રહે છે. “આટલા સમયના લાંબા અભ્યાસ પછી મારા પરિણામમાં આટલો તો સુધારો થયો ને ! અંદરથી આનંદ તો મળે છે ને ! મારી સમજણ કેવી પલટી ગઈ !” આવી ભોષ્નત્વભાવના ભારબીજવાળી સૂક્ષ્મ ભ્રાન્તિમાં પણ ઉપલી કક્ષાના સાધકો ય અટવાઈ જાય છે અને આગળ વધવાની ગતિ ધીમી પડી જાય છે. તે બ્રાન્તિ પણ શુદ્ધ પારમાર્થિક જ્ઞાતાદૃષ્ટાભાવમાં જીવને ઠરવા દેતી નથી.
નિજ સ્વરૂપનું આલંબન લીધા વગર તેમજ પરમ શાંતરસમય, નિષ્ક્રિય, નિસ્તરંગ, અસંગ નિજસ્વભાવમાં ઠર્યા વિના પ્રબળ આત્મવીર્ય આપમેળે ઉલ્લસિત થાય કઈ રીતે ? તે વિના સર્વકર્મક્ષયનો માર્ગ હાથમાં આવે કઈ રીતે ? સઘળા વિભાવ પરિણામો, સર્વ વિકલ્પ અને તમામ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી ઉદાસીન એવા આત્મતત્ત્વ ઉપર દૃષ્ટિ-ઉપયોગ જોડયા વિના સ્વદશાનું પણ સાચું ભાન ન થાય. તો તેવી બેભાન દશામાં આત્મવિશુદ્ધિ કેવી રીતે પ્રગટે ? ત્રિકાલશુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર દૃષ્ટિ જામે અને સ્વતઃ ત્યાંથી અશુદ્ધિનો નકાર ઉઠે ત્યારે જ પ્રચંડ સાનુબંધ સકામનિર્જરા અને મહાન આત્મવિશુદ્ધિ થાય. માટે “અનુભવ થયો કે નહિ ? વિકાસ થાય છે કે નહિ ?” આવી કલ્પનાને વળગવાનું છોડી, ફળનું લક્ષ છોડી નિસ્તરંગ શુદ્ધ ચૈતન્યમય સમતાસાગરમાં નિજસ્વરૂપમાં સ્થિર થા. .. स्वरुपालम्बनान्मुक्तिर्नान्यथाऽतिप्रसङ्गतः ।
अहमेव मयोपास्यो मुक्तेर्बीजमिति स्थितम् ॥ (अध्यात्मबिन्दु - २।२५) 1. यस्मिन्नविद्यार्पितबाह्यवस्तुविस्तारजभ्रान्तिरुपैति शांतिम् । तस्मिंश्चिदेकार्णवनिस्तरङ्गस्वभावसाम्ये रमते सुबुद्धिः ॥ (अध्यात्मोपनिषत् ४।६)
---
--
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org