________________
થઈ, એકાંતપુરુષાર્થવાદી બની કેવલ ક્રિયાને જ મોક્ષનું કારણ માની બેસે છે. આ રીતે ક્રિયાજડતાના-આચારમૂઢતાના વમળમાં વૈરાગી પણ ફસાઈ જાય છે. માટે “પુરુષાર્થ કરું, મહેનત કરું, રાગને હટાવું....' આવી બ્રાન્તિને તું છોડ. વ્યવહારમૂઢતાથી સતત “આમ કરું-તેમ કરું. આ ક્રિયા કરવાથી મારું કામ થઈ જશે.' એવી શાસ્ત્રાર્થબાધક એકાંત પુરુષાર્થબુદ્ધિ દ્વારા આવનારું મિથ્યાત્વ હટાવવું એ પણ આ જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું દશમું ગૂઢ પ્રયોજન છે. આ રીતે જ પોતાના નિર્લેપ સ્વરૂપ તરફ નજર દોડાવતાં, અસંગ સાક્ષીમાત્ર આત્મતત્ત્વ તરફ રુચિપૂર્ણ દૃષ્ટિ થતાં, પોતાના કૂટસ્થ ધ્રુવ આત્મદ્રવ્યમાં રહેવાનો પ્રયાસ થતાં, જ્ઞાતા-દષ્ટાસ્વભાવ કેળવવાનો અભ્યાસ પરિપકવ થતાં થતાં ઉપલી ભૂમિકામાં પ્રવૃત્તિ-નિવૃત્તિમય સંયમનું, વાસ્તવિક જીવંત સ્યાદ્વાદનું સંતુલન સચવાઈ શકે. આ જ તો પારમાર્થિક જિનાજ્ઞા છે.
હે વત્સ ! તારે કાંઈ કરવાનું છે જ ક્યાં ? “જે જ્યાં જ્યારે જે રીતે થવાનું હોય છે તે ત્યાં ત્યારે તે રીતે થાય જ છે' - એમ અંતરથી સમજી લીધું, શુદ્ધઉપયોગરૂપ આત્મતત્ત્વ અનુભવી લીધું તો પરમાં ફેરફાર કરવાનો તો દૂર રહો, સ્વમાં-સ્વપર્યાયમાં પણ ફેરફાર કરવાની અહંકારબુદ્ધિકર્તુત્વબુદ્ધિ છૂટીને આત્મજ્ઞાની પુરુષોની પોતાના અસંગ અવિનાશી શુદ્ધ ચૈિતન્ય તરફ જ જે દૃષ્ટિ અને રુચિ થાય છે એ જ બાહ્ય પ્રયત્નથી શૂન્ય એવો અંતરંગ સમ્યફ પુરુષાર્થ છે. આમ પુરુષાર્થને પણ જ્ઞાતાદાભાવમાં સ્થાન છે.
વસ્તુમાં કે પર્યાયમાં હેરાફેરી, અદલબદલ કરવી તે મુદલ આત્મપુરુષાર્થ નથી. પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું યથાવસ્થિત સ્વરૂપ સમજવું એ જ પારમાર્થિક શુદ્ધ પુરુષાર્થ છે.
રાગના, વિકલ્પના નાટકમાં કેવળ પુદ્ગલ જ નાચે છે. નિશ્ચયદષ્ટિથી જ્ઞાનસ્વભાવી આત્મા તો માત્ર અસંગ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે જ રહ્યો છે> તાજોન : દ્વિરસ્થાપિ ગ્રહઃ |
शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत् ।। (अध्यात्मसार ६८३४) २. एगंतो मिच्छत्तं, जिणाण आणा य होइ गंतो । (तीत्थोगालीपयन्ना-१२१३) 2. પુંસમિત્નિત્નમ્ય જ્ઞાનવતાવ્યર્થ પર્વ નૂનમ્ | यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ।। (योगशास्त्र १२/११) સર્વે માવા નિરવન માવાન ક્વન્તિ ! (અધ્યાત્મવિદ્ ૨/૨૨)
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org