________________
થઈ શકતું નથી. પણ તેનું મહત્ત્વ કે તેમાં મમત્વ-એત્વબુદ્ધિ સ્થાપિત કરવાની જરૂર નથી.
કર્મોદયનો ધક્કો કાયિક આદિ અનિવાર્ય પ્રવૃત્તિમાં જીવની ચેતનાને જોડશે જ. પરંતુ પ્રવૃત્તિદશા, વિભાવદશા, વિકલ્પદશામાં જીવની ચેતના જોડાય ત્યારે પણ હું મૂળ સ્વભાવે તો પરમ નિષ્ક્રિય છું. મારે કશુંય મેળવવું નથી. વર્તમાન પ્રવૃત્તિ-પરિણામોની ઉથલ-પાથલ એ મારું મૂળભૂત સ્વરૂપ નથી જ. હું તો કેવળ શાંત-સ્થિર-અસંગ સાક્ષીમાત્ર છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી હાર્દિક સમજણ દૃઢ રહે તો તે પ્રવૃત્તિ વગેરેમાં આસક્તિકર્તુત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ-તાદામ્યબુદ્ધિ-અધિકારવૃત્તિ-ભોકતૃત્વબુદ્ધિમમત્વવલણ છૂટી જવાથી જીવ અબંધદશાની યોગ્યતા સંપ્રાપ્ત કરે છે. કારણ કે જેમાં કેવળ કાયા ભળે કે ઉપલક મન વગેરે ભળે તેવી ક્રિયા પ્રમાણ નથી, કર્મબંધાદિકારક નથી. પણ અંતર્મન જેમાં ભળે તેવી જ ક્રિયા પરમાર્થથી *પ્રમાણભૂત છે, નિશ્ચયથી કેવળ ભાવ જ તથાવિધ ફલજનક છે.
બાહ્યદષ્ટિએ પ્રવૃત્તિ એક સરખી દેખાવા છતાં ત્યાં વિષયાસક્ત જીવ કર્મથી બંધાય છે, વૈરાગી જીવ બંધાતો નથી પણ છૂટતો જાય છે. છૂટવા માટે જ તે અનિવાર્ય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ સમાન દેખાવા છતાં આશય બદલે એટલે ક્રિયા અને પરિણામ બન્ને બદલી જ જાય છે. તેથી કાયિકાદિ ક્રિયામાં, રાગાદિમાં કર્તુત્વબુદ્ધિ છૂટવાથી, તેમાં અંતર્મન ન ભળવાથી જીવ > હા મુક્યુ 0િ . (૩ત્તરધ્યયન - ૧૩૨૦) * રૂ પરિણામ વધે ! ( પ્રજ્ઞત-૨૨૨) ॐ. ज्ञानिकृतकर्मणो बन्धाजनकत्वात् ।
(હરિમવાનાખવૃત્તિપાત: પ્રતિમાશતવૃત્તિ. ર?) है. भावो तत्थ पमाणं न पमाणं कायवावारो । (भावकुलक-१८, धर्मरत्नमञ्जूषा-८३२) *. निश्चयेन पुनर्भाव केवलः फलभेदकृत् । (द्वात्रिंशिका-११७ महोपा.) છે. પરિમાં વમા નિયમવર્તવમા - (નિવૃદ્ધિ ૬) ૦ પરિણામપ્રમાણત્વે નિરવાવેતસ | (દ્વત્રિશિરા-૭/૩૦ મહોપા. યશો.)
तुल्लेवि इंदियत्थे एगो सज्जड़ विरज्जड़ एगो ।
अज्झत्थं तु पमाणं न इंदियत्था जिणा बेंति ॥ (व्यवहारभाष्य २।५४) છે. મવમેન મેત્ | (દ્વત્રિશત્ દ્વત્રિશિવૃત્તિ-૨/૧૧) 4. अभिसन्धेः फलं भिन्नं अनुष्ठाने समेऽपि हि । (योगदृष्टिसमुच्चय-११८)
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org