________________
વર્તમાનમાં અનુભૂયમાન રાગાદિ ક્ષણિક હોવાથી, તેની ક્ષણિકતાતુચ્છતા-અર્થહીનતા ખ્યાલમાં રાખીને તેનાથી ડરવું નહિ. ‘હું તો સદા વીતરાગ છું, શુદ્ધાત્મા છું, સિદ્ધાત્મા છું- એવી હાર્દિક ભાવના દ્વારા બળવાન થવું. શદ્ધનિજસ્વભાવને જોનારો ઉપયોગ જ અમોઘ બ્રહ્માસ્ત્ર છે. તેનાથી મોહની સેના હણાય છે. માટે નિજસ્વભાવમાં સદા માટે જાગી જવું.
આત્મા તરફ લગાવ-રુચિ-દષ્ટિ-ઉપયોગ ટકે એમ હોય તો કર્મવશ રાગ ભલે થતો રહે. *તું જાગૃતિપૂર્વક તારામાં રહે, તારા જ્ઞાતા સ્વભાવમાં રહે તો રાગ સ્વયં ચાલ્યો જશે, વિકલ્પ રવાના થશે. કારણ કે જ્ઞાતા -દૃષ્ટાસ્વભાવપ્રેક્ષી ઉપયોગની સામગ્રી પોતે જ કર્તા-ભોક્તાભાવજન્ય એવા રાગાદિના વેદનમાં અવરોધક છે, પ્રતિબંધક છે. નિરુપાધિક સ્વાભાવિક ગુણધર્મનું જ્ઞાન બળવાન છે. સોપાધિક વૈભાવિક ગુણધર્મનું વેદન નબળું છે. માટે તું સર્વદા તારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં રહે તો રાગનું વેદન પણ નહિ થાય અને વિકલ્પનો અનુભવ પણ નહિ થાય. આ રીતે આત્મસ્વભાવમાં રહેતાં રહેતાં અનુભવના સ્તરે બાહ્ય સંસાર ગપ લાગે તો રાગનું જોર ઠપ થાય. આનું નામ તપ. બાકી બધું ગપ-સપ.
વત્સ ! હજુ કહું છું કે રાગાદિ, કર્તૃત્વબુદ્ધિ કે વિકલ્પ એ તારા નથી. કેવળ સાચી સમજ તારી પોતાની છે. એ કાયમ તારી પાસે રહેશે. એ જ બધા સંયોગોમાં વિના પ્રયત્ને સચોટ જવાબ આપશે. માટે તટસ્થ જ્ઞાતાદૃષ્ટાભાવની સાચી સમજ અંદ૨માં સ્થિર થાય તેવું લક્ષ રાખ. જો કે ‘હું માત્ર જ્ઞાતા છું, કર્તા નહિ' આવું સમજાયા પછી પણ દેહાદિસંલગ્ન ઉદયાધીન પ્રવૃત્તિઓ થયા વિના રહેવાની જ નથી. પૂર્વે મજબૂત રીતે બાંધેલા સારા કે ખરાબ • કર્મની ઉદયધારાનું॰ કદાપિ સર્વથા અતિક્રમણ કોઇથી પણ
एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन्मोचमूं मुनिः ।
बिभेति नैव सङ्ग्रामशीर्षस्थ इव नागराट् ॥ ( ज्ञानसार १७ । ४)
*. स्वाभाविकधर्मज्ञानसामग्र्या औपाधिकधर्मज्ञानमात्रं प्रति प्रतिबन्धकत्वात् ।
(ધર્મપરીક્ષા ૧.૭૮ વૃત્તિ)
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥
परभवजणियं जं दुक्कयं सुक्कयं वा,
રામફ નરાળું તં તદ્દા નેવ મિખ્ખું । (પમપરિય રાર૬)
Jain Education International
For Private & Personal Use Only
૨૧૭
www.jainelibrary.org