________________
રહે તો કોણ તને બાંધી શકે ? પણ કર્તૃત્વ-ભોતૃત્વભાવમાં જઈશ તો અનુકૂળતામાં રાગની આકુળતા અને પ્રતિકુળતામાં દ્વેષની વ્યાકુળતા વેદવી પડશે. એ બન્નેથી કાયમી છુટકારો મેળવવો એ જ તો છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ચોથું લોકોત્તર પ્રયોજન. હવે લાગી જા કાયમ આ સાધનામાં.
વત્સ ! જો કે *રાગાદિ વિભાવ પરિણામ વ્યવહારથી આત્મામાં જ ઉત્પન્ન થાય છે. છતાં પણ તેનું વલણ જડ તરફ હોવાથી તે જડનો છે, ચેતનનો નથી. તેની ઉત્પત્તિ શુદ્ધ આત્મામાંથી, શુદ્ધ ચૈતન્યસ્વભાવમાંથી કદાપિ થતી નથી. તેથી પરમાર્થથી રાગાદિ પરિણામોના કર્તા જડ છે. આત્મામાં જણાવા છતાં તે ઔપાધિક, કર્મજનિત અને ક્ષણિક હોવાથી તેને શુદ્ધ ધ્રુવ આત્માથી વાસ્તવમાં ૫૨ જ સમજવા. જો કે નિશ્ચયદૃષ્ટિએ સ્વભાવથી જ રાગાદિ આત્માથી ભિન્ન છે. પણ અનુભવના સ્તરે તે રાગાદિને તું, ઘઉંમાંથી કાંકરાં વીણી-વીણીને છૂટા પાડે તેમ, ભેદજ્ઞાનથી છૂટા પાડે, સાક્ષીભાવથી રાગાધ્યાસ તોડે, રાગમાં સ્વામિત્વબુદ્ધિને-અધિકારવૃત્તિને જ્ઞાતાદેષ્ટાભાવના માધ્યમથી છોડે તો રાગાદિ છૂટી જાય, વિકલ્પો ખરી પડે અને વિશુદ્ધ આત્મસ્વભાવ પ્રગટે. માટે આત્માને રાગના જ્ઞાતા રૂપે જ ટકાવી રાખવો.
ભેદજ્ઞાન પરિણમવાથી અંતરમાં પ્રતીત થાય છે કે ‘પરમાર્થથી સંયોગજન્ય તમામ પરિણામ તુચ્છ છે, આભાસમાત્ર છે, ઇન્દ્રજાળ છે, માયાજાળ છે, “કાલ્પનિક છે, મૃગજળ છે, સ્વપ્રસમાન છે.' આમ ભેદજ્ઞાનના સહારે જે પોતાના ચૈતન્યસ્વભાવમાં જાગી જાય તેના માટે સંસારના તમામ કાર્યો સ્વપ્રવત્ લાગે છે, બધી દોડધામ અર્થહીન ભાસે છે. સુખદ સ્વપ્ર જોવાં એ દુઃખ દૂર કરવાનો વાસ્તવિક ઉપાય નથી પરંતુ આનંદમય આત્મ સ્વભાવમાં જાગી જવું એ જ એનો ખરો ઉપાય છે. ‘સામે દેખાય છે તે સાચું પાણી નહિ પણ ઝાંઝવાનું નીર છે’- આવો ખ્યાલ આવે પછી તે તરફ કોણ દોડે ? તેને પીવાનો પ્રયત્ન કોણ કરે ? આત્મામાં જણાતો રાગ પણ ઝાંઝવાના નીર જેવો જ છે. માટે આત્માને રાગનું કર્તૃત્વ સોંપવું એ ભ્રમ જ છે.
*. વ્યવહાર વિનિશ્વિત્ય, તત: શુદ્ઘનયાશ્રિત: |
आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ।। (અધ્યાત્મમાર ૨૮૦૭૬)
मध्याह्ने मृगतृष्णायां, पयःपूरो यथेक्ष्यते ।
तथा संयोगजः सर्गो, विवेकाख्यातिविप्लवे ।। ( अध्यात्मसार १८ । २९)
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org