________________
મારામાં છે જ નહિ’- એવો વિકલ્પાત્મક નિર્ણય હૃદયમાં દેઢ થતાં જ કર્તૃત્વભોક્તત્વભાવના મિથ્યા અભિમાનથી ખસીને અસંગ જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવમાં આત્મા નિર્ભયપણે સ્થિરતાથી રહી શકે છે. બધેથી એકમાત્ર છૂટવાની સાચી ભાવનાથી આ રીતે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરવામાં અર્તાપણું-અભોક્તાપણું સહજતઃ આવે છે, નિઃશંકપણે અને નિશ્ચિતપણે આવે છે.
હે વત્સ ! એક વાર તો પરને માટે મરી જ જવું. પરમાં હસ્તક્ષેપ કરવાનો તારો કશો અધિકાર જ નથી. તું રાગને પણ ના જ કરી શકે એવો સિદ્ધાત્મા છો. સિદ્ધ ભગવંત તુલ્ય તારા કેવળ નિર્વિકલ્પ જ્ઞાતાદૃષ્ટા સ્વભાવની ઉપર દૃષ્ટિ કર. પેટમાં થતો સ્થૂલ વાયુ સંચાર, હૃદયના ધબકારા, નાડીના ધબકારા ખ્યાલમાં આવે છે. પણ તારી ઈચ્છા મુજબ તેમાં ફેરફાર થઈ શક્તો નથી. ‘પદ્રવ્યનું આદાન-પ્રદાન, મનનો પ્રસાર, વાણીનો પ્રચાર, શરીરથી પ્રવાસ વગેરે હું કરું છું- એમ તને લાગતું ભલે હોય. પણ નાડીના ધબકારાની જેમ વાસ્તવમાં તું તેનો પણ જાણનારજોના૨ માત્ર છે, કરનાર કે ભોગવનાર નહિ.
જેમ- લોખંડ સામે ચાલીને લોહચુંબક પાસે જાય છે તેમ રાગી-દ્વેષી આત્મા પાસે કર્મ સામે ચાલીને દોડતા આવે છે. એમાં આત્માએ કાંઈ કરવાનું છે જ નિહ. આત્મા તો માત્ર જાણનાર છે. આ રીતે દેખતો, જાણતો એવો આત્મા કર્તૃત્વ-ભોક્તત્વભાવના અંધારા કુવામાં કેમ પડે ? રાગ-દ્વેષની ઊંડી ખાઈમાં કેમ પટકાય ?
‘આમ તો છે ને ? આમ તો થવું જોઈએ ને ?’ આવા વ્યર્થ વિકલ્પને છોડ. અરે! શું થવું જોઈએ ? છોડી દે આ બધી મિથ્યા માન્યતા. અવિનાશી અસંગ આત્મા ઉપર આસન જમાવીને બેસી જા. ‘આમ કેમ થાય છે? રાગ તો ન જ થવો જોઈએ ને ? મેં વાસનાને કેમ જગાડી?’ આવા પ્રશ્નને પણ અહીં અવકાશ જ નથી. કારણ કે *આત્મા પૌદ્ગલિક ભાવનો, પરકીય પરિણામનો, વિભાવ પર્યાયનો કર્તા છે જ નહીં. કેવલ નિજસ્વભાવનો જ આત્મા કર્તા છે. તેથી બહારમાં જે કાંઈ થાય છે તેનો તું માત્ર મધ્યસ્થભાવે જાણનાર-જોનાર છો, ભોગવનાર નહિ." આ રીતે જાણનાર તરીકે ટકી
लोहं स्वक्रिययाभ्येति, भ्रामकोपलसन्निधौ ।
यथा कर्म तथा चित्रं, रक्तद्विष्टात्मसन्निधौ ॥ (अध्यात्मसार १८/११४) कर्ताऽयं स्वस्वभावस्य परभावस्य न क्वचित् । ( अध्यात्मबिन्दु २/८) अभोगी नोवलिंपड़ । ( उत्तराध्ययन
ર'૧/૪)
Jain Education International
For Private & Personal Use Only
૨૧૫
www.jainelibrary.org