________________
મૂળ સ્વભાવમાં વિભાવ પરિણામ નથી. તેથી પરમાર્થથી તેનો કર્તા કે ભોક્તા પણ તું નથી. તું તો કેવળ અસંગ સાક્ષી ભાવે તેનો જાણનાર છે, જોનાર છે-એવી શ્રદ્ધા દૃઢ કર.
તારું અસ્તિત્વ ક્ષણિક નથી, ક્ષણિક પરિણામ માત્ર નથી. પૂર્ણ શુદ્ધ ધ્રુવ આત્મામાં તાદામ્યબુદ્ધિ-એકત્વબુદ્ધિ સ્થાપિત કર. પર્યાયમાત્રમાં ગૌણતા, ઉદાસીનતા, ઉપેક્ષા કરવી એ તારા હાથની વાત છે. તું રાગાદિને કરનાર નથી. અશુદ્ધ પરિણામ રાગાદિના કરનાર છે. વાસ્તવમાં રાગ પોતે જ પોતાનો કર્તા છે. પરંતુ આત્મા ક્યારેય રાગાદિનો કર્તા નથી, ભોક્તા નથી - એવી દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિમાં નિઃસંદેહ રહેવું.
શુભ કે અશુભ કોઈ પણ પર્યાય પરદ્રવ્યથી ન થાય. પરપરિણામથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ના જ થાય, સ્વજન્મક્ષણે પર્યાયની યોગ્યતા મુજબ સ્વકાળથી પર્યાય થાય છે. ખરેખર તો પર્યાયની તેવા પ્રકારની લાયકાતના કારણે તે તે સમયે તે તે પર્યાય ઉત્પન્ન થાય છે. તેની સાથે શુદ્ધ આત્માને કાંઈ જ લેવા-દેવા નથી – એમ શુદ્ધદ્રવ્યદષ્ટિએ તું અંતરમાં નિર્ણય કરી લે. આ પરિણામ અંતરમાં જીવંત કરવો એ જ તાત્ત્વિક જ્ઞાનયોગ છે. એનાથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે.
વાસ્તવિકપણે શુદ્ધ આત્માની, દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિના નિર્ણયની કે શુદ્ધ નિશ્ચય નયના પરિણામની મુખ્યતા હોય ત્યારે વિભાવમાં કે વિકલ્પમાં એકાકાર-એકરસ બનવાની ભૂલ નહિ જ થઈ શકે. તથા કોઈ પણ પ્રકારના સંભ્રમ વિના, અંતરમાં છવાયેલી ઉદાસીનતાના પ્રભાવે તટસ્થ રહેતાં આકુળતારૂપે જણાતા રાગાદિ વિભાવ પરિણામો આપમેળે નિરાધાર બનીને ખરી પડશે, વિકલ્પો તૂટી પડશે, ક્લિષ્ટ કર્મો પણ રીસાઈને ખરી પડશે અને ઉપયોગ ચારે બાજુથી સંકેલાઈને એકમાત્ર પોતાના આત્મામાં જ સમાઈ જશે. આ છે જ્ઞાતા-દષ્ટાભાવની સાધનાનું ત્રીજું અમૂલ્ય પ્રયોજન.
શુદ્ધ દ્રવ્યાર્થિક નયની ઉચિત મર્યાદામાં રહીને હું સિદ્ધસ્વરૂપ છું. વિકાર નિમિત્તાત્રમૂતાતુ, હિંસાઉહિંસોડરિવ્રા: | (મથ્યાત્મસાર ૨૮૩૬) .. ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः ।।
તરમન્નિવાવિતસ્થાપિ, કર્મ યુક્યતે ક્ષયઃ || (અધ્યાત્મસાર ૧૮૬૩) * સવાણીજ્યોર્જા મૈત્રીપવિત્ર વીતસમ્રમ્ |
कोपादिव विमुञ्चन्ति स्वयं कर्माणि पुरुषम् ॥ (साम्यशतक-९९)
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org