________________
કરું, બહારમાં કાંઈ કરું, પરદ્રવ્યમાં પરિવર્તન કરું, મારા પર્યાયમાં આમ ફેરફાર કરું એવી પરિણતિ થયા કરે છે, દૃષ્ટિનો ફેલાવો બહારમાં થાય છે, પરિણતિ બીજે ઢળે છે ને ઉપયોગ બહારમાં જાય છે. તેની ફલશ્રુતિ કર્તુત્વ-ભોસ્તૃત્વભાવ, સવિકલ્પદશા અને કર્મબંધ છે. “હું નિવૃત્તિરૂપ છું, નિર્વિકલ્પ છું, નિર્વિકલ્પરૂપે પરિણમી જાઉં –' આ રીતે અંતરમાં પોતાના સ્વભાવ તરફ રુચિની ઉગ્રતા હોય તો પરિણામ અંદરમાં વળે, પર્યાય શુદ્ધ થતા જાય અને વિકલ્પભાવમાં જીવ ટકી શકે જ નહિ. વિકલ્પની રુચિ છૂટી જ જાય. વિકલ્પદશા મટી જ જાય. ઉગતો વિકલ્પ પણ અનાથ થઈ જાય. નિર્વિકલ્પ સ્વભાવ ઉપર દૃષ્ટિ પડે ત્યાં પરિણતિ પલટાઈ જ જાય. પરંતુ આ કરું, તે કરું' એવા વિકલ્પથી થાકે તો જ આત્મામાં ઊંડે ઉતરાય, આત્મા ઓળખાય અને વિશુદ્ધ તત્ત્વ સ્વયં પકડાય. - આ મુજબ હૃદયથી સમજણ આવતાં આત્મા તટસ્થ જ્ઞાતા-દષ્ટાભાવમાં ઠરી જાય છે.
શુદ્ધાત્માનો, અકર્તાનો અંતરથી આશ્રય લેવામાં આવે તો જ કર્તાપણું છુટે અને પોતે અકર્તાપણે પરિણમે, શુદ્ધાત્મભાવે પરિણમે. શુદ્ધોપયોગસ્વભાવે પરિણમે એટલે વિભાવ પરિણામ અને વિકલ્પ સ્વયં તૂટે. વિકલ્પ ઉઠે તો પણ તેની સ્વામિત્વબુદ્ધિ તૂટે. વિભાવ અને વિકલ્પનું સ્વામિત્વ-કર્તુત્વ તોડવું એ જ તો મૂળ વાત છે. પરદ્રવ્ય, પરપર્યાય, વિભાવ અને વિકલ્પ ઉપર અધિકારવૃત્તિ, સ્વામિત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, તાદાત્મબુદ્ધિ તોડવીછોડવી એ જ જ્ઞાતા-દષ્ટાભાવમાં રહેવાનું બીજું મુખ્ય પ્રયોજન છે.
હે વત્સ! તારી પરિણતિમાં જે રાગ-દ્વેષ જણાય છે તે વિકારી પરિણામ તું નથી. શ્વેત સ્ફટિકમાં લાલાશ-પીળાશ દેખાય છે તે સ્ફટિકનું મૂળસ્વરૂપ નથી.* સમુદ્રમાં તરંગ પેદા થાય છે. પણ સમુદ્ર તરંગસ્વરૂપ નથી. તરંગ સમુદ્રનું મૂળભૂત સ્વરૂપ નથી. તેમ રાગ એ આત્માનું મૌલિક સ્વરૂપ નથી. પોતાની યોગ્યતા મુજબ થતા વિભાવ પરિણામ એ તું નથી. અને એ પરિણામ પણ તારા નથી, તારા અધિકારમાં કે માલિકીમાં નથી. તારા .. पराश्रितानां भावानां, कर्तृत्वाद्यभिमानतः ।
कर्मणा बध्यतेऽज्ञानी, ज्ञानवांस्तु न लिप्यते ॥ (अध्यात्मसार १८।१०९) A. બીવાસીજેપરસ્ય પ્રકાશને તસ્વયં તત્ત્વમ્ | (યોગશાસ્ત્ર-૨૨/૧૨) *. અમે , વૈર્યજ્ઞા તિ યથા |
તથા ર્મવૃત્ત કેન્દ્રમાત્મવમિમન્યતે || (aધ્યાત્મસાર ૨૮૭)
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org