________________
ઉદયમાં આવેલા અનિવાર્ય વિભાવ પરિણામો તો આવી આવીને સ્વયં રવાના જ થાય છે. રવાના થવા માટે જ તે આવે છે- એમ હૃદયથી સ્વીકારીને તું તારા નિર્મળ જ્ઞાનમય, પૂર્ણ આનંદમય સ્વરૂપમાં જામી જા. તો તું પરમ તૃપ્ત બની જઈશ. હઠીલી કર્મસત્તાને પંડિતો અને પ્રવચનકારો સમજાવી શકતા નથી, બળવાન મલ્લો અટકાવી શકતા નથી, મોટા તપસ્વી અને સાધકો પણ તેને સાધી શકતા નથી, વશ કરી શકતા જ નથી. તો અહીં તારું શું ગજુ ? માટે ‘કર્મજન્ય વિભાવને અને વિકલ્પને તું આઘા-પાછા કરી શક્તો જ નથી.'- આવો અંદરથી બરાબર પાકો નિર્ણય કરી લે. બીજાના પરિણામોને જાણે છે તેમ રાગાદિ પરિણામોને પણ કેવળ જાણવાવાળો જ છે, ક૨ના૨ નહિ.
‘ધાર્યું ધણીનું થાય’-આ પ્રસિદ્ધ કહેવતનો મર્મ તું શું ભૂલી ગયો ? નિયતિના અંકુશમાં ન હોય તેવો કોઈ પણ પર્યાય શું ત્રણ કાળમાં શક્ય છે ? કર્મસત્તા, લોકસ્વભાવ, ભવિતવ્યતા, ભવસ્થિતિ કયારે ક્યાં કેવી રીતે કામ કરશે એ શું તને ખ્યાલમાં છે ? અરે ! બીજા બધાની વાત તો છોડ. તારા જ ચૈતન્યપટમાં ઉત્તર ક્ષણમાં ક્યો પર્યાય-પરિણામ ઉત્પન્ન થશે ? તેનું વર્તમાન ક્ષણમાં તને જ્ઞાન નથી તો દીર્ઘ ભવિષ્યની વ્યર્થ કલ્પના કરવાની ભ્રાન્તિમાં તું ક્યાં અટવાયો છે ?
“આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું' એમ કરું-કરું કરવાથી શું કાલે થના૨ પર્યાય આજે થઈ જશે? અને કેવળ જ્ઞાતા-દષ્ટા ભાવમાં રહેવાથી શું આજે ઉત્પન્ન થનાર પર્યાય આજે થવાના બદલે આવતી કાલ ઉપર ઠેલાઈ જશે ? કોઈ પણ વસ્તુ કે પર્યાય શું પોતાના પરિણમનને છોડી
આ ‘કરું-કરું’ની રાહ જુએ છે? અવસર થતાં પોતાના સમયે ઉત્પન્ન થનાર સર્વજ્ઞર્દષ્ટ તે બધું જ તે રૂપે પરિણમી જ જાય છે ને ! તારે કરવાનું ક્યાં રહ્યું ? બધું જેમ છે તેમ ભલે રહ્યું.
નિયતિ બળવાન બને તો જે નથી થવાનું તે પ્રયત્ન કરવા છતાં નથી જ થતું. જે થવાનું છે તે પ્રયત્ન વિના પણ આપમેળે થઈ જ જાય છે.
विबुधैर्बोध्यते नैव बलवद्भिर्न रुध्यते ।
न साध्यते तपस्यद्भिः प्रतिमल्लोऽस्तु को विधेः ? || (योगशास्त्र १1१३ - वृत्तिगाथा- ४९) न हि भवति यन्त्र भाव्यं भवति च भाव्यं विनाऽपि यत्नेन ।
( प्रश्नव्याकरण आश्रवद्वार टीका)
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org