________________
ભોક્તા બનેલ જ નથી. તેથી શુદ્ધ નયની દૃષ્ટિએ તો પારકા શરીરને જેમ તું માત્ર જુએ છે તેમ પોતાના માનેલા શરીરમાં ઉત્પન્ન થતા દુઃખ-સુખ વગેરેનો પણ તું કેવળ જાણનાર-જોનાર જ છે. તારા માટે તે બન્ને પારકા છે. પોતાના કાળે બધું થઈ રહેલ છે. આત્મદ્રવ્ય તો હંમેશા તૈયાર જ છે. સહભાવી ગુણ પણ સદા માટે તૈયાર જ છે. ક્રમભાવી પર્યાય પણ પોતપોતાના કાળમાં ક્રમબદ્ધ રીતે પ્રગટ થવા તૈયાર જ છે. તો હવે તારે કરવાનું શું રહ્યું? એ તો નક્કી કર.
હે વત્સ! હજુ તને કહું છું કે હું કાંઈક કરી શકું છું એમ હજુ પણ તું માનતો હો તો રાગાદિ અશુદ્ધ પર્યાયને નિર્મૂળ કરી નાંખ. તમામ વિકલ્પોને ક્ષીણ કરી દે. આ સિવાય પરમાર્થથી બીજું કાંઈ જ કરવા જેવું નથી. જો તું કર્તુત્વભાવમાં જીવતો હોય તો તેને મારો આ બોધ-પ્રતિબોધ છે. અને જો એ ના કરી શક્તો હોય તો “કરું, કરું' એવી મિથ્યા બ્રાન્તિછોડી દે, શાંત થઈ જા, ઠરી જા. આજે જ્યાં જ્યારે જે રીતે જેટલા પ્રમાણમાં મળવાનું નિશ્ચિત થઈ ચૂકેલ છે તે ત્યાં ત્યારે તે જ રીતે તેટલા જ પ્રમાણમાં મળે છે, વધારે પ્રમાણમાં નહિ, માટે “હું કાંઈક કરી શકું છું. મારી ઈચ્છા મુજબ, મહેનત મુજબ હું ઘણું ભોગવી શકું છું, મેળવી શકું છું.' એવા ભ્રામક ખ્યાલને તજી દે. તો તું સરળતાથી સર્વદા અસંગ સાક્ષીમાત્ર, કેવળ નિર્વિકલ્પ દષ્ટા બની જઈશ.
દરેક દ્રવ્યના પર્યાય તે તે કાળની યોગ્યતા અનુસાર, તે તે કાળે ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા મુજબ, કાર્યરૂપે તારી ઈચ્છા વિના પણ, પરિણમે જ છે. તો એમાં તારે કરવાનું શું રહ્યું ? કર્મ, કાળ, સ્વભાવ, નિયતિથી વિપરીત દિશાનો પુરુષાર્થ કરી પણ શું શકે ? ખરેખર કર્માનુસાર ક્રમબદ્ધ નિયત ગોઠવાયેલ પર્યાયોમાં ફેરફાર થઈ શક્તો નથી. અને તેમાં ફેરફાર કરવો પણ શા માટે ? કર્મની ઉદીરણા કર્યા વિના *આપમેળે .. इत्थं यथाबलमनुद्यममुद्यमं च, कुर्वन् दशानुगुणमुत्तममान्तरार्थे ।
चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः, प्रातर्युरत्नमिव दीप्तिमुपैति योगी ।। (अध्यात्मोपनिषत्-२।५९) .. यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं ।
तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ च नातोऽधिकं ।। .. उत्सर्गोऽप्यगुणायाऽपवादोऽपि गुणाय कालज्ञस्य साधोः । (आचारांगवृत्ति १।७।४।२१२) » વ્યાધીનાં શરીવરાતિનવેનોસ્તુત્ય ઘાવનું મૃત: |
कूपान्तःपतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् ?।। ૪. સ્વયં નિવર્સમાસ્તરનુદ્દીગૈરત્રિતૈઃ | તૃતૈÍનવતાં તચીસા વેપી મતા || (અધ્યાત્મસાર કર૮)
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org