________________
ભાગ્યમાં લખ્યા મુજબ જ સર્વત્ર ફળ મળે છે. માટે જે કાંઇ થાય તે બધું જ અસંગભાવે જોયા કરવાનું. કર્માનુસાર લખાયેલ, નિયતિ મુજબ ઘડાયેલ, સ્વભાવવશ સર્જાયેલ, પોત-પોતાના કાળે પ્રગટ થનાર, સર્વજ્ઞદેષ્ટ પર્યાયપ્રવાહ આગળ-પાછળ થતો જ નથી.* સ્વ-પરદ્રવ્યના તમામ પર્યાયો શ્રેણીબદ્ધ-ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલ જ છે. અહંકારી, અધીરો અને ઉતાવળો માણસ પર્યાયક્રમમાં ફેરફાર કરવાનું માને ભલે. પરંતુ ફેરફાર થઈ શકતો નથી. કયાંય પણ, કદિ પણ, કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ પર્યાયની ઉલટ-સુલટ થઈ શકતી જ નથી. કેવલ-જ્ઞાનીએ જે રીતે જાણ્યું છે, જોયું છે તે મુજબ સર્વત્ર તમામ પર્યાયો અવ્યાહત રીતે આપમેળે ઉત્પન્ન થઈ જ રહ્યા છે, ઉત્પન્ન થયે જ રાખે છે. દેવ”, દાનવ કે માનવ પણ તેમાં ફેરફાર કરી શકતો નથી. તેથી તેમાં કર્તૃત્વ-ભોક્તત્વ ભાવ કે રાગ-દ્વેષ કે હર્ષ-શોક શા માટે કરવા ?
રાગના કામ સારા નથી. રાગના કામ તારા નથી. તું તો કેવળ તેને જાણનાર-જોનાર છે, કરનાર કે ભોગવનાર નહિ. પોતાની યોગ્યતા મુજબ સ્વકાળે આપમેળે ઉત્પન્ન થઈ રહેલા પર્યાયોને ઉત્પન્ન કરવાપણું કે રોકવાપણું આત્મામાં ક્યાં રહ્યું ? સ્વયં ઉત્પન્ન થતા પર્યાયોમાં આત્માથી ઉત્પન્ન થવાપણું રહ્યું જ ક્યાં ? દોડતા ગાડા નીચે કુતરો દોડે એમાં તેણે આખા ગાડાનો ભાર, ગાડાને દોડાવવાનો ભાર પોતાના માથે લાવવાની જરૂર જ ક્યાં છે ? પુણ્ય-પાપ મુજબ, ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા મુજબ ઉત્પન્ન થઈ રહેલા વિભાવ પરિણામો અને વિકલ્પોને પણ પરદ્રવ્યની માફક તું માત્ર જોનાર જ છે. પરદ્રવ્ય કે પરપર્યાયને તેં કદિ અનુભવેલ નથી; માત્ર જાણેલ છે. તેં અનુભવેલ છે માત્ર તારી આંતરદશા. કારણ કે આત્મસ્વરૂપ તો પારકી ચીજથી, તેની અસરથી વાસ્તવમાં મુક્ત જ છે. ત્રણ કાળમાં જ્ઞાનમય આત્મા ક્યાંય પણ પરદ્રવ્ય કે પરભાવનો કર્તા કે
* वर्षा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं ।
यत्पूर्वं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥
છે. નહીં નહીં તું માવયા વિદ્યું તહા તદ્દા વિપરિમિતિ । (ભગવતી સૂત્ર-શ૪/૪૦)
प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लंघयितुं न शक्तः ।
तस्मान्न शोको न च विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम् ॥
>. આત્મસ્વરૂપ પરરુપમુર્ત્ત, અનાવિમધ્યાન્તમÁમો ।
चिदंकितं चान्द्रकरावदातं, प्रद्योतयन् शुद्धनयश्चकास्ति ॥ (અધ્યાત્મ વિન્તુ શ૭)
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org