________________
રહ્યો છું, જાણન ક્રિયાને ભોગવી રહ્યો છું. રાગાદિ વિભાવ પરિણામ અને શબ્દ, અંતર્જલ્પ વગેરે વિકલ્પ બધું ય સહજ પોતાની યોગ્યતા મુજબ થઈ રહેલ છે. તેમાં હું શું કરી રહ્યો છું? કાંઈ જ નહિ. તેનો હું કર્તા કે ભોક્તા નથી. પરંતુ હું આકાશની જેમ તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન છું. ગગન કાદવથી લેપાતું નથી તેમ પરમાર્થદૃષ્ટિએ હું કદાપિ કર્મથી લેપાતો નથી. કર્મજન્ય તમામ પરિસ્થિતિનો કેવલ અસંગ જ્ઞાતા માત્ર છું. મારા ચૈતન્યપટમાં ક્રોધાદિ કષાય, વાસના વગેરે વિભાવ પરિણામો ઉત્પન્ન થઈ રહ્યા છે. પણ તે મારા માટે કેવળ જ્ઞેય છે, ભોગ્ય નથી. તે મારું કાર્ય નથી. માટે તેનો હું કર્તા-ભોકતા નથી. પણ અસંગ સાક્ષીમાત્ર છું.” આમ કર્તૃત્વભાવનો ભારબોજ હળવો કરવો.
,,
અતિશુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ હું વિભાવ પરિણામ સાથે પરિણમતો નથી. પરિણામનો કર્તા પરિણામ પોતે જ છે. હું તો શાંત-શુદ્ધ-સ્થિર-અપરિણામી આત્મા છું. જ્ઞાનસ્વભાવી હું રાગાદિનો કેવળ જ્ઞાતા છું, કર્તા નહિ. જો હું તેને કરવાવાળો હોઉં તો તેને જાણનાર કયાં રહ્યો ? જે પરિણામી દ્રવ્ય કર્તા-ભોક્તા છે તે જ્ઞાતા-દષ્ટા નથી. જાણનાર કે જોનાર છે તે કરનાર કે ભોગવનાર નથી. કરનાર છે તે તો માલિક બની જાય છે. તેથી તે જાણના૨-જોનાર બની ના શકે. જ્ઞાનનું સ્વરૂપ તો કેવળ જાણવું જ છે. સિદ્ધ ભગવંત કેવળ જાણના૨-જોનાર જ છે ને ! હું પણ સિદ્ધસ્વભાવી જ છું ને ! સિદ્ધાત્મામાં કર્તાપણું તો લેશ પણ નથી. અન્ય દ્રવ્યને કે અન્ય દ્રવ્યના પરિણામને તો જ્ઞાન નથી જ કરતું. પરંતુ રાગને પણ નથી કરતું. પોતાની યોગ્યતા મુજબ ઉત્પન્ન થનાર કષાય, વિકાર અને રાગાદિ પર્યાયને જ્ઞાન તો કેવળ જાણે છે. જણાતો રાગ રાગના સ્વરૂપમાં રહેલ છે. જ્ઞાન પોતાના સ્વરૂપમાં વિશ્રાન્ત થયેલ છે. તેથી જ્ઞાનમય આત્મામાં
कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः ।
आकाशमिव पड्केन, लिप्यते न च कर्मणा ।। (अध्यात्मसार १८/९० ) માટી ઘડારૂપે પરિણમે છે. તેથી જ માટીદ્રવ્ય ઘડાનું પરિણામી કારણ કર્તા છે. પરિણામી કર્તા સ્વરૂપ માટી કાંઈ ઘડાને જાણતી-જોતી નથી. આત્મા ઘડાને કેવળ જાણે-જુએ છે. પણ માટીમય ઘડારૂપે જ્ઞાનમય એવો આત્મા કદાપિ પરિણમતો નથી. • ज्ञानं ज्ञाने भवति न खलु क्रोधमुख्येषु तत्स्यात्, क्रोधः क्रोधे न हि पुनरयं पुरुषे चित्स्वरूपे । कर्मद्वन्द्वे न हि भवति चिच्छिन्नकर्माविरुद्धेतीत्थं शुद्धग्रहणरसिकः किं विधत्तेऽन्यभावम् ॥
(અધ્યાત્મવિન્દુ ૧/૨૪)
.
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org