________________
રાગ-દ્વેષાદિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે કે રહી શકે ? કામ-ક્રોધાદિ પરિણામમાં કે રાગ-દ્વેષાદિ ભાવોમાં કદાપિ જ્ઞાન નથી ઉત્પન્ન થઈ શકતું કે નથી રહી શકતું. હું તો જ્ઞાનમય છું. *પરમાર્થથી દરેક પદાર્થ પોતાનામાં જ રહે છે, બીજે નહિ. તેથી હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ રહેલ છું. રાગમાં હું રહેલો જ નથી તો તેને કરનારો કે ભોગવનારો કેવી રીતે બને ? હું તો કેવલ ચૈતન્યમય છું, જ્ઞાનમય છું. જ્ઞાન કદિ શેયમાં તન્મય થતું નથી, યમય બનતું નથી. જ્ઞાન તો આત્મામાં તન્મય થાય છે. જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય થાય છે. જ્ઞાન જ્ઞાનમય છે, *આત્મમય છે, રાગમય નથી. રાગનું માત્ર પ્રકાશક છે. સ્વ-પરપ્રકાશક સ્વભાવ જ જ્ઞાનમાં ફેલાયેલ છે. તેમાં રાગાદિ પરપરિણામનો સંગ નથી. જ્ઞાન શેયાકાર થાય છે. પણ શેયરૂપે પરિણમતું નથી. શેયરૂપ બનતું નથી. પરિણામને ધારણ કરતું નથી. પર પરિણામે જ્ઞાન પરિણમતું નથી. તેથી જ તે શેયને જણાવે છે. બાકી તો તે જ્ઞાન પણ જડ બની જાય અને આત્મા પણ અનાત્મા બની જાય. આ રીતે કર્તુત્વભાવના સંકુચિત સીમાડામાંથી બહાર નીકળી જ્ઞાનનીજ્ઞાતાની અનહદ સીમામાં પ્રવેશ કરવો.
પરમ તૃપ્તિ પ્રગટે તે રીતે સ્થિરતાપૂર્વક જ્ઞાતા-દષ્ટ ભાવમાં રહેવા માટે સર્વત્ર, સર્વદા, વિભાવદશા વેદનની વેળાએ પણ અંતરમાં સમજણ દૃઢ કરવી કે “આત્મા વડે જાણવામાં આવતા રાગાદિ પરિણામો પોતે જ આત્માનું જાણપણું (જ્ઞાતૃત્વ) પ્રકટ કરે છે. તે કાંઈ આત્માનું રાગાદિપણું, રાગાદિસ્વામિત્વ, રાગાદિકર્તુત્વ, રાગાદિભોસ્તૃત્વ આદિ પ્રગટ કરતા નથી જ. રાગને જણાવવા માત્રથી રાગ કાંઈ જ્ઞાનમાં આવી જતો નથી. જ્ઞાન કાંઈ રાગને કરતું નથી. નિર્મળ જ્ઞાન ચોક્કસ આત્મા જ છે. એ હું જ છું. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવો હું પરમ નિષ્ક્રિય છું. હું કશું કરતો જ નથી. કશું ય કરી શકતો જ નથી. મારે કરવાનું પણ શું? હું તો પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. જે કાંઈ મારું છે તે મારી પાસે જ છે. તો હવે કરવાનું *. सर्वं वस्तु स्वात्मन्येव वर्तते, न त्वात्मव्यतिरिक्ते आधारे ।
(મનુયોગકારસૂત્ર-૪૫, મધારવૃત્તિ-કૃ.૨૦૭) *. स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः ।
आत्मारामं मनो यस्य, तस्य साम्यमनुत्तरम् ।। (अध्यात्मसार ९।९) છે. માત્મા ચોથાડનાત્મા, જ્ઞાના િનવું ભવેત્ | (ધ્યાત્મસાર ૨૮૨૩) AMાને પુખ નિયમ માયા ! (માવતી ફરાઉol૨૦)
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org