________________
તે વાત કામ-ક્રોધ વગેરેમાં પણ બરાબર લાગુ પડી શકે તેમ હોવાથી તે રીતે તે શાસ્ત્રપાઠને સંવાદરૂપે અહીં (જુઓ પૃષ્ઠ-૨૭) ઉદ્ધૃત કરેલ છે. હકીકતમાં કામ-ક્રોધ વગેરે ભાવ હિંસા તો છે જ. (રામવીનમનુપ્પાઓ અહિંસiત્તિ લેસિયં સમ) પાદનોંધ વાંચતી વખતે આ વાતને શાસ્ત્રપ્રેમી આરાધકો ખાસ લક્ષમાં રાખે તેવી વિનંતી. સંસ્કૃતભાષાના અભ્યાસીને તો મૂળ લખાણ અને પાદનોંધગત શાસ્ત્રપાઠ બન્નેના અવલોકનથી વિશિષ્ટતર લાભ થાય તેમ છે. ટિપ્પણીમાં દર્શાવેલ શાસ્રપાઠો અનુવાદ સાથે લખાયા હોત તો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ આરાધકોને પણ જરૂર સારો લાભ મળી શકત. પણ સમયાભાવ અને પુસ્તકનું કદ વધવાના ભયથી તેમ કરેલ નથી. તેની વાત ફરી બીજા કોઈ અવસરે. શ્વેતાંબરમાન્ય આગમો અને આગમોપજીવી શાસ્ત્રોમાં ય કેટલો સ્પષ્ટ અને સચોટ રીતે શુદ્ધ નિશ્ચય નય પણ બતાવવામાં આવેલ છે ? આ હકીકતનો સુશ આરાધકોને સરળતાથી ખ્યાલ આવે તે માટે સંવાદરૂપે અન્યદર્શનના શાસ્ત્રો કે દિગંબરમાન્ય ગ્રંથોના સાક્ષીપાઠ આપવાના બદલે લગભગ શ્વેતાંબરમાન્ય આગમ અને શાસ્ત્રોના જ સાક્ષીપાઠ દર્શાવવામાં આવેલ છે.
માર્ગ બતાવનારે શ્રોતાની ભૂમિકા મુજબ મોક્ષમાર્ગ પૂર્ણ સત્ય બતાવવો રહ્યો. અન્યથા સંવિગ્નપાક્ષિકપણું પણ પોતાનામાં ન સંભવે. વાસ્તવિક મોક્ષમાર્ગ બીજાને સમજાવવા ઈચ્છનારે પણ પૂરેપૂરો તાત્ત્વિક મોક્ષમાર્ગ ઊંડાણથી સમજવો રહ્યો. તે જ રીતે શ્રોતાએ પણ અપુનર્બંધકદશાથી માંડીને પૂર્ણ ક્ષાયિક વીતરાગદશા પર્યન્તના મોક્ષમાર્ગને વધુમાં વધુ સ્પષ્ટ અને અસંદિગ્ધ રીતે બતાવનાર સર્વનયમય જિનશાસન-જિનપ્રવચન-જિનાગમ હૃદયમાં પરિણમે તેવા પ્રણિધાનથી સમગ્ર મોક્ષમાર્ગને (ખરા અર્થમાં સમજવાની શક્તિ હોય તો) સમજવો તો પૂરેપૂરો જ અને ત્યાર બાદ શક્તિ છુપાવ્યા વિના સ્વભૂમિકાને યોગ્ય વલણ અને વર્તન કેળવવું - આ છે પૂર્વના મહામુનિઓનો અને યોગીઓનો પવિત્ર સંદેશ. આ જ સંદેશને જણાવીને તથા જેમના અંતઃકરણમાં સર્વનયાત્મક જિનપ્રવચન પરિણામ પામેલ છે તેમના ચરણ કમલમાં અનંતશઃ વંદન કરીને વિરમું છું.
प्रकाशितं जिनानां यैर्मतं सर्वनयाश्रितम् ।
चित्ते परिणतं चेदं येषां
22
Jain Education International
तेभ्यो नमो नमः 11 (જ્ઞાનસાર રૂર૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org