________________
જાય છે કે “શ્વેતાંબર સંપ્રદાયના આગમો, શાસ્ત્રો અને સાધુઓમાં વ્યવહાર નયનું વર્ચસ્વ છે. પરંતુ જોઈએ તેટલું નિશ્ચય નયનું ઊંડાણ નથી, ખેડાણ નથી.” આવી માન્યતા વ્યાપક બનવાથી તેમજ ક્રિયામાર્ગની લાંબા સમયથી આરાધના કરવા છતાં પણ અપેક્ષિત સંતોષકારક પરિણામ ન મળવાથી આપણામાંનો કહેવાતો અમુક પ્રબુદ્ધ વર્ગ અલગ-અલગ ચોક્કસ પ્રકારના વર્તુળો, જેમ કે વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, દાદા ભગવાન, ઓશો રજનીશ, આર્ટ ઓફ લિવીંગ કાનજી સ્વામી વગેરે તરફ વળતો ગયો છે. પ્રયોગાત્મક ધોરણે જેમ જેમ અન્યત્ર કાંઈક અવનવું તત્ત્વ મળતું જાય છે તેમ તેમ વધુ ને વધુ સંખ્યામાં જિજ્ઞાસુ આરાધકો અન્યત્ર વળતા જાય છે. આ હકીકતને નજરસમક્ષ રાખીને, નિશ્ચય-વ્યવહારનયના સમન્વયસ્વરૂપ મોક્ષમાર્ગ પ્રયોગાત્મક ધોરણે અસરકારક રીતે તમામ આરાધકોને મળે તે માટે અનુભવોનું અવતરણ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. વર્તમાનકાળે શ્રીસંઘની ઉપરોક્ત નાજુક પરિસ્થિતિમાં આ સર્જન મારી દૃષ્ટિએ જરૂરી છે.
પ્રસ્તુત પ્રકાશનની એક લાક્ષણિકતા એ છે કે પૂર્વના શાસ્ત્રસંસ્કાર મુજબ અને અનુભવમાં ઊગી નીકળેલી ફુરણા અનુસાર પુસ્તકનું સમગ્ર લખાણ તૈયાર થઈ ગયા પછી શાસ્ત્રપ્રેમી આરાધકો શંકાના વમળમાં ઘેરાયા વગર, અસંદિગ્ધ રીતે, નિશ્ચિત બનીને આ પુસ્તકનો લાભ લઈ શકે તે માટે તે તે સ્થળે શાસ્ત્રપાઠો ટાંકેલા છે. સમગ્ર લખાણમાં પ્રવાહીરૂપતા રહે તે માટે ચાલુ લખાણમાં વચ્ચે-વચ્ચે શાસ્ત્રસંવાદ આપવાના બદલે પાદનોંધમાં શાસ્ત્રપાઠ આપેલ છે. જો કે પ્રસ્તુત બીજી આવૃતિમાં ટિપ્પણગત શાસ્ત્રપાઠોનો અર્થ અને ભાવ ગુજરાતી લખાણમાં સમાવવા માટે વિશેષ પ્રયત્ન કરેલ છે. છતાં પણ મૂળ લખાણ તૈયાર થયા પછી શોધાયેલા સાક્ષીપાઠો પાછળથી ટાંકેલા હોવાથી મૂળ લખાણને પાદનોંધમાં દર્શાવેલ શાસ્ત્રપાઠ સાથે અક્ષરશઃ મેળ પડે તેવું અમુક સ્થળે જોવા ન મળે તે સ્વાભાવિક છે. પણ મૂળ લખાણના ભાવને તો જરૂર તે તે શાસ્ત્રપાઠી સાથ-સહકાર-સુસંવાદ આપે જ છે. તથા શાસ્ત્રમાં જણાવેલ કોઈ વાત અમુક બાબતને ઉદેશીને કરેલી હોય પણ ઉપલક્ષણથી તે જ વાત અન્ય બાબતમાં પણ લાગુ પડી શકે તેવી હોય તો તેવા શાસ્ત્રપાઠ પણ કયાંક ટાંકેલા છે. જેમ કે આચારાંગજીમાં “એસ ખલુ ગંથે, એસ ખલુ મોહે, એસ ખલુ મારે...” ઈત્યાદિ વાત હિંસાને ઉદેશીને જણાવેલી છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org