________________
લૂખા વાંચનથી કે શુષ્ક બોધથી કાંઈ થાય તેમ નથી. પણ ભીંજાતા હૃદયથી, પરિણમન થાય તેવા આશયપૂર્વક પરિશીલન કરવાથી આ પુસ્તક વિશેષ લાભકારી થાય તેમ છે. ભીંજાતા' સંવેદનશીલ હૃદયે થયેલું લખાણ ભક્તિભીની સંવેદનશીલ હૃદયભૂમિમાં જ ઉગે ને ! તથા કડીબદ્ધ રીતે ગોઠવાયેલા એક પછી એક તમામ પ્રકરણોમાં પરસ્પર તાલ-લય-સંવાદ-એકતારપણું પણ રહેલું છે. આ બે કારણસર પ્રસ્તુત પુસ્તકના નામ રૂપે ‘આત્મસાક્ષાત્કારનો માર્ગ', ‘અધ્યાત્મસાધના’, ‘ધ્યાનયોગ’, ‘સાક્ષીભાવની સાધના’ વગેરે ભારેખમ નામ પસંદ કરવાના બદલે ‘સંવેદનની સરગમ' એવું હળવું નામ રખાયેલ છે.
સરગમમાં જેમ સ્વરના આરોહ-અવરોહ, લયની ચઢ-ઉતર આવે છતાં પણ આરોહ-અવરોહ, ચઢ-ઉતર વચ્ચે પરસ્પર તાલ-મેળ-સંવાદ હોય છે તેમ પ્રસ્તુત પુસ્તકના વિવિધ પ્રકરણો વચ્ચે પણ વિષયની દૃષ્ટિએ આરોહઅવરોહ ગોઠવાયેલ છે. ભક્ત અને ભગવાનના સંવાદ વચ્ચે ચઢ-ઉતાર પણ રહેલ છે. તેમ છતાં તમામ પ્રકરણો વચ્ચે પરસ્પર સાંકળ ગોઠવાયેલ છે. પુનરાવર્તન, પરિવર્તન, પરિષ્કાર, પરિમાર્જન, વળાંક વગેરે તો ભાવના-સંવેદના-ઉર્મિની ખાસ ઓળખાણ છે. આ બાબત છાયારૂપે પ્રસ્તુત પુસ્તકમાં વણાયેલી જોવા મળશે. માટે સમજપૂર્વક છતાં સહજ રીતે ‘સંવેદનની સરગમ' એવું નામ સ્વીકૃતિમાં આવેલ છે.
વર્તમાન હુંડા અવસર્પિણી કાળના પાંચમા આરામાં રાજકીય ક્ષેત્રે, ભૌતિકક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, સમાજક્ષેત્રે, વ્યાપારક્ષેત્રે, કુટુંબક્ષેત્રે, સંબંધક્ષેત્રે, શરીરક્ષેત્રે અનેકાનેક પ્રકારના દૂષણો જોવા મળે છે. ધાર્મિકક્ષેત્ર પણ આ
કલિકાળના ભીષણ કાળચક્રની અસરમાંથી બાકાત નથી. ધર્મક્ષેત્રે વર્તમાન કાળમાં સૌથી મોટા ભયંકર બે દૂષણો લગભગ સર્વત્ર જોવા મળે છે. (૧) ક્રિયાજડત્વ અને (૨) શુષ્કજ્ઞાનીત્વ. આ બે મહારોગના લીધે ઊંચા ઊંચા આરાધકોના પણ ભાવપ્રાણ મૃતપ્રાયઃ અવસ્થામાં જ્યાં ને ત્યાં જોવા મળે છે. અને આ બે મહારોગના નિમિત્તે વર્ષો જુના આરાધકોના અંતઃકરણમાં વીતરાગશાસન ખલાસ થતું જાય છે. સ્વ-પરના આ બે મહારોગને ખલાસ કરવા એ આ પુસ્તકનો સૌથી મહત્ત્વનો ઉદેશ છે. માટે પૂર્વના મહર્ષિઓએ દર્શાવેલ ‘સ્વસ્મૃતિથીનપ્રવોધનાર્થમ્' આ પ્રયોજન પણ અહીં વિસરાયેલ નથી. આપણા વર્તુળમાં સામાન્યથી એવી માન્યતા ધીમે ધીમે જોર પકડતી
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org