________________
આત્મસાધક કેવી ક્રમિક ભૂમિકાઓને ઓળંગતો-ઓળંગતો મોક્ષમાર્ગે ઝડપથી આગેકુચ કરે ? તે બાબતનું ક્રમસર નિરૂપણ આ પુસ્તકમાં ભકત અને ભગવાન વચ્ચેના સંવાદરૂપે કરવામાં આવેલ છે. તેથી ઝપાટાબંધ એકાદ વાર પુસ્તકને વાંચી જવાના બદલે તે તે પ્રકરણમાં બતાવેલી બાબતોથી હૃદયને ભાવિત કરવામાં આવે તો જ ખરા અર્થમાં આગળ-આગળના પ્રકરણો સમજવા માટેની મનોભૂમિકા તૈયાર થાય તેવું છે. એ હકીકતને વિજ્ઞ વાચકવર્ગ ભૂલી ના જાય. વચ્ચે-વચ્ચેના પ્રકરણો છોડી આગળના કે છેલ્લા પ્રકરણો વાંચવામાં આવશે તો પણ જોઈએ તેવો તાત્ત્વિક લાભ નહિ થાય અથવા તો સંશયસાગરમાં વાચક તણાઈ જશે. માટે સંવેદનશીલ હૃદયે, ચિંતનપૂર્વક, પરિણમન થાય તે રીતે, ક્રમસર તે તે પ્રકરણનું વાંચન કરવું વધુ હિતાવહ છે.
“પુસ્તક પૂરું કરવું છે' એવો ભાવ રાખવાના બદલે “આ પુસ્તકને ખરા અર્થમાં પામવું છે, પરિણાવવું છે, માણવું છે, અનુભવવું છે? આવો આશય રાખીને વાંચન થશે તો મારે જે કાંઈ કહેવું છે, જે માર્ગ બતાવવો છે ત્યાં સુધી સુજ્ઞ પાઠક પહોંચી શકશે. ચંચુપાત કરવાથી કે ઉપલક દૃષ્ટિએ વાંચવાથી કશું ય હાથમાં નહિ આવે. મરજીવા થઈને સાગરના તળીયે પહોંચે તેને રત્ન મળે, કિનારે બેસી છબછબીયા કરનારને તો દરિયો રત્નાકર નહિ પણ લવણાકર-ખારો જ લાગે. આવું જ આ પુસ્તકની બાબતમાં છે. “મારી ભૂમિકાને યોગ્ય મોક્ષમાર્ગ કઈ રીતે મળે?” એવી ઊંડી આત્મપિપાસાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું દોહન કરવામાં આવશે તો પૂર્વે કદિ નહિ અનુભવેલી આત્મભૂમિમાં પ્રવેશવાનો, મોક્ષમાર્ગનો વાસ્તવિક અનુભવ કરવાનો લહાવો મળશે. ઉપલક દષ્ટિએ વાંચન કરનારને તો કદાચ વાંચતા-વાંચતા ઊંઘ આવી જાય તો પણ નવાઈ નહિ.
ગત વર્ષ દરમ્યાન આબુ-અચલગઢ-તારંગા-કુંભારીયાજી, વડાલી, ઈડર, હિંમતનગર વગેરે સ્થળોએ સાધના કરતાં કરતાં જે કાંઈ અનુભૂતિઓ, ફુરણાઓ, આત્મવેદના-સંવેદનાઓ પ્રગટી તેમાંથી જે ફુરણાઓને યત્કિંચિત શબ્દદેહ આપી શકાયો છે તેની ફલશ્રુતિ એટલે “સંવેદનની સરગમ”. જો કે અનુભૂતિને સ્પર્શવા શબ્દ સમર્થ નથી. છતાં શબ્દની જેટલી ક્ષમતા છે તેટલે સુધી શબ્દને અનુભૂતિની નજીક લાવવા દ્વારા અનુભૂતિની છાયા તેમાં પ્રવેશે તેવા પ્રયાસનું પરિણામ એટલે “સંવેદનની સરગમ.” આ પુસ્તકના
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org