________________
નમ્ર વિનંતી છે કે પ્રથમ વાર વાંચતી વખતે ઉદ્ભવેલી શંકાના સમાધાન માટે આ જ પુસ્તક બીજી-ત્રીજી વાર મનનપૂર્વક સાવધાનીથી વાંચવું. સમાધાન અવશ્ય આમાંથી જ મળી આવશે- એમ આ દેહધારીનો અંતરાત્મા બોલે છે. સોનેરી સલાહ તો એ છે કે જેટલું સમજાય તેટલું પરિણમન કરવા લાગી જવું. અને જે વાંચવાની કે સમજવાની પણ પોતાની ભૂમિકા ન જણાય તે પ્રકરણો છોડી દેવા. ગુંદરપાકને યોગ્ય પોતાની હોજરી થયા પછી ગુંદરપાક ખવાય તો જ લાભ થાય. એવું આ પુસ્તકના તે તે પ્રકરણો માટે સમજવું.
જેઓ આત્માર્થી હોવા ઉપરાંત વિદ્વાન પણ છે તેવા વાચકવર્ગને હું બે હાથ જોડી વિનમ્રભાવે વિનંતિ કરીશ કે તેઓ આ પુસ્તકનું પ્રથમ વારનું વાંચન સમીક્ષાત્મક દૃષ્ટિથી કરવાના બદલે “આમાંથી મારી આત્મદશા વધુ નિર્મળ થાય તેવું શું શું મને મળી શકે તેમ છે ?” આવી દષ્ટિએ જ સમગ્ર પુસ્તક એક વાર વાંચવું. ત્યાર બાદ સમીક્ષાત્મક દૃષ્ટિકોણથી વાંચન કરવામાં જે જે ક્ષતિઓ-સમસ્યાઓ વિદ્વાન વાચકવર્ગના મનમાં ઉદ્દભવે, તેના સમાધાન માટે વિદ્વાન વાચકવર્ગ પણ “આ પુસ્તકમાંથી પ્રસ્તુત સમસ્યાનું સમાધાન કેવી રીતે મળી શકે એમ છે ?- આવી ગુણગ્રાહી ભાવનાથી ત્રીજી વાર પ્રસ્તુત પુસ્તકનું વાંચન કરવું જરૂરી છે. મને ખાતરી છે કે તે તે તમામ સમસ્યાનું સમાધાન પ્રસ્તુત પુસ્તકમાંથી જ મળી રહેશે. તેમ છતાં યોગાભ્યાસની કચાશ કે અનુભવજ્ઞાનની ઉણપ વગેરેના લીધે સમાધાન આમાંથી ન જ મળે તો આંતરિક મોક્ષમાર્ગના વાસ્તવિક અનુભવી ભવભીરુ ગીતાર્થ મુનિ ભગવંત પાસેથી સમસ્યાનું સમાધાન મેળવવા કોશીષ કરવી અથવા લેખકનો સંપર્ક સાધવો. યથાશક્તિ અને યથામતિ સમાધાન આપવા પ્રયત્ન અવશ્ય કરીશ. પરંતુ શ્રીસંઘનું વાતાવરણ ડહોળાય, કલુષિત થાય તેવો કોઈ જ અનિચ્છનીય પ્રયત્ન આત્માર્થી વિદ્વાન કરે નહિ એવી હાર્દિક અપેક્ષા રાઈ હતમ વાતા” (મધ્યાત્મસાર ૨૦/૪૦) આવી રુચિ રાખતા આત્મહિતાર્થી પ્રાજ્ઞ પાઠક પાસેથી રાખવી અસ્થાને નહિ ગણાય. અમુક વિષય ઉપર વધુ પડતો ભાર કેમ અપાયો છે ? તેના ઉહાપોહમાં ઊંડા ઉતરવાના બદલે પોતાની ભૂમિકાને યોગ્ય એકાદ પણ પંક્તિ પ્રસ્તુત પુસ્તકમાંથી શોધીને તેને આત્મસાત કરવા લાગી જવું એ વિદ્વાનો માટે પણ ઉત્તમ અને નિર્ભય માર્ગ છે.
la
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org