________________
(૨) કદાગ્રહમુક્ત બનીને, પોતાની ભૂમિકાને યોગ્ય જિનોક્ત નિર્જરામાર્ગમોક્ષમાર્ગ-વીતરાગતાનો માર્ગ મળે તો તેના માધ્યમથી પોતાના બંધાયેલા આત્માને ઝડપથી છોડાવવાની જ જેની એકમાત્ર ઝંખના છે. (૩) વર્ષોથી પોતાના દ્વારા થઈ રહેલો ધર્મપુરુષાર્થ હજુ સુધી મોક્ષપુરૂષાર્થરૂપે કેમ પરિણમ્યો નહિ?- આવી વ્યથા જેમના અંતરના ઊંડાણમાં છવાયેલી છે. (૪) તેમ જ વર્ષોથી ધર્મક્રિયા કરવા છતાં પણ તેનું અપેક્ષિત પરિણામ ન આવવાના લીધે ધર્મક્રિયામાં નીરસતા આવવા છતાં જે સાધક વિતરાગ ભગવંત પ્રત્યેની શ્રદ્ધાના બળથી ધર્મક્રિયાને છોડતો નથી કે ભવિષ્યમાં પણ ઉચિત ધર્મક્રિયા છોડે તેમ નથી. (૫) તીવ્ર રાગાદિના આવેશમાં તણાઈ જવામાં જેમને થાકનો અનુભવ થાય છે. (૬) પરમાત્મદશાને અભિમુખ થવા, (૭) પોતાની અંતરાત્મદશા વધુને વધુ નિર્મળ કરવા જેઓ તત્પર છે તેવા ધર્મસાધકો માટે પ્રસ્તુત પુસ્તક ખૂબ ઉપકારક નીવડશે - એમ મારું નમ્ર મંતવ્ય છે.
જેઓ બહિરાત્મદશામાં જીવવા છતાં અંતરાત્મદશામાં આવવા ઝંખે છે, તેમને માટે આ પુસ્તકના પ્રારંભિક દશેક પ્રકરણો તથા ૨૮ થી ૩૮ નંબર સુધીના પ્રકરણો ઉપયોગી નીવડે તેવા છે. તથા જે સાધકોનો અંતરાત્મદશામાં, અંતર્મુખદશામાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને પોતાની પરમાત્મદશા-સિદ્ધદશા પ્રગટ કરવા જેઓ તીવ્ર તલસાટ કરી રહ્યા છે તેવા સાધકો માટે પ્રસ્તુત પુસ્તકના તમામ પ્રકરણો લાભકારી નીવડશે તેવી મારી નમ્ર સમજ છે.
જો કે આપણા વર્તમાન વર્તુળમાં પ્રસ્તુત પુસ્તકના છેલ્લાં ત્રીસ પ્રકરણો અપરિચિત જેવા જ છે. તેથી તે બાબતમાં શંકા-ઉહાપોહ વગેરે થાય તેવી શકયતા છે. તેથી સમગ્ર લખાણ તૈયાર થયા પછી જ્યાં જ્યાં આપણા વર્તુળના વાચકવર્ગના મનમાં ખચકાટ થાય કે સંદેહ થાય તેવા સ્થળોમાં સંવાદરૂપે ટિપ્પણીમાં શાસ્ત્રપાઠો મૂકેલ છે. જેથી આત્માર્થી વાચકવર્ગનો ખચકાટ દૂર થાય તેમ જ કોઈ પણ શંકાશીલ કે જિજ્ઞાસુ વાચક વ્યર્થ અને અનુચિત ઉહાપોહ કરીને લેખકના આશયને અન્યાય કરી ના બેસે.
અલગ અલગ નયના દૃષ્ટિકોણથી આલેખાયેલા પ્રસ્તુત પુસ્તકની મારી દષ્ટિએ વિશેષતા એ છે કે જે જે શંકા-સમસ્યાઓ આ પુસ્તકમાંથી ઊભી થાય તે તે તમામ શંકાઓ અને સમસ્યાઓના સમાધાનો પણ આ જ પુસ્તકમાંથી જિજ્ઞાસુ પાઠકને મળી રહેશે. માટે આત્મહિતાર્થી વાચકવર્ગને
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org