________________
નમો નમઃ શ્રીગુરુએમસૂરયે
છે આટલું તો અવશ્ય વાંચશો છે કર્મ દ્વારા નિર્મિત નાટકમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલીને પોતાનો રોલ ભજવવામાં એકાકાર થયેલા, તન્મય બનેલા જીવો બહિરાત્મદશામાં અટવાયેલા છે. પોતાના મૂળભૂત સ્વરૂપને ભૂલ્યા વિના અનિવાર્ય રોલ ઉદાસીનભાવે ભજવવા છતાં “ક”નાટકમાં પાત્ર બનીને ભાગ ભજવવાનું કયારે બંધ થશે? આમાંથી છૂટીને મારા મૂળભૂત આનંદમય આત્મસ્વરૂપમાં કયારે લીન બનીશ?” આવી ઝંખનાવાળા જીવો અંતરાત્મદશા સુધી પહોંચેલ છે. કર્મનાટકમાં કોઈ પણ પ્રકારનો સક્રિય રોલ ભજવવાના બદલે, બીજા જીવો દ્વારા ભજવાઈ રહેલા કર્મનાટકને અસંગ ભાવે પ્રેક્ષક બનીને જોવા છતાં પોતાના અનંત સ્વાભાવિક ચિદાનંદનો અખંડ અપરોક્ષ અનુભવ કરવામાં જેઓ તલ્લીન થયા છે તે જીવોએ પોતાની પરમાત્મદશા પ્રગટ કરી છે.
ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકેલા જીવો માટે આ પુસ્તકની કોઈ આવશ્યકતા નથી. પ્રથમ કક્ષામાં જ ગળાડૂબ થયેલા કદાગ્રહગ્રસ્ત, રાગાદિદશામાં મૂઢ અને હરામ હાડકાવાળા બહિર્મુખી જીવો પ્રસ્તુત પુસ્તકના વાંચન માટે લાયકાત ધરાવતા નથી. અધિકાર વિના પ્રવૃત્તિ કરવાથી સ્વ-પરને લાભ કરતાં નુકશાન થવાની શક્યતા વધુ છે. બીજા નંબરની ભૂમિકામાં રહેલા અંતર્મુખ જીવો માટે આ પુસ્તક ઘણું લાભકારી નીવડે તેમ છે. - (૧) “વર્ષોથી તપ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મક્રિયા કરવા છતાં વિષય-કષાય ઘટતા કેમ નથી? વાસના અને વિજાતીયનું આકર્ષણ ઘસાતું કેમ નથી? જાપ વગેરે આરાધનામાં મન સ્થિર કેમ થતું નથી ? વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં, શાસ્ત્રો ભણવા છતાં ઉપદેશબોધ-શાસ્ત્રબોધ પરિણમતો કેમ નથી? આરાધકભાવ કેમ નિરંતર ટકતો નથી ? અંતરમાં આત્મા તરફ સતત દષ્ટિ સ્થિર કેમ થતી નથી ? કર્મને તોફાનમાં આકુળતા-વ્યાકુળતા કેમ થઈ જાય છે ? હજુ બંધનના માર્ગે કેમ દોડી જવાય છે? આત્માનો અનુભવ કેમ થતો નથી ? જે કામ કરવા મેં ધર્મજગતમાં પ્રવેશ કર્યો છે તે કાર્ય વર્ષો પસાર થવા છતાં કેમ થતું નથી ?”- આવી અનેક આંતરવેદના અને વ્યથાથી જેનું અંતર્મન સંતપ્ત છે, બેચેન છે.
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org