________________
વળી આ સંવેદનાના પુસ્તકની સૌથી મહત્ત્વની વિશેષતા તો એ છે કે તેમની જે ચિંતન ધારા ચાલી છે તેની નીચે તમામે તમામ સ્થળે કોઈને કોઈ પ્રાચીન શાસ્ત્રોના આધારો તેમણે ટાંક્યા છે. તે તેની ઉપાદેયતામાં વધારો કરે છે અને તેથી વાતનું વજન પણ ખૂબ વધી જાય છે. આ પુસ્તક સર્વ વર્ગને = આરાધક + પ્રભાવક સર્વને નિતાત્ત આદરણીય બની રહેશે એમ નિઃશંક કહેવાનું મન થાય છે.
અહીં પાને પાને શુદ્ધાત્મભાવ પ્રકટાવવાની ઝંખનાનાં દર્શન થાય છે. આપણે પણ તેમાં આપણો સૂર પૂરાવીએ અને આત્મદર્શનની તીવ્ર આકાંક્ષાના છોડને આપણી મનોભૂમિમાં રોપીએ.
આ પુસ્તકનો તો નાના નાના જન-સમૂહની સામે પાઠ થવો જોઈએ. જૈનશાસન-જૈનધર્મની આરાધનાનું કેન્દ્ર શું? તેનો સ્પષ્ટ અને સમ્યગુ ઉત્તર અહીં મળે છે પૂર્ણપણે આનો સ્વાધ્યાય કરવાથી જીવનનું ઊર્ધીકરણ કરવાની તમન્ના પ્રકટે છે અને જીવનની દિશા બદલાઈ જાય છે. છેલ્લા પ્રકરણો - જ્ઞાતાદષ્ટા થવા માટેના છે તે તો વારંવાર વાંચવા જેવા છે. આવા શુષ્ક અને કઠિન વિષયો પણ લેખકના હૃદયમાં કેટલાં આત્મસાત્, થયેલા હશે. તેથી જ તેનું નિરૂપણ આવી સુગમ શૈલીમાં થઈ શકયું છે. ચતુર્વિધ શ્રી સંઘ આના વાંચન-મનન અને પરિશીલનનો ખૂબ ખૂબ લાભ ઊઠાવીને પોતાની જીવનયાત્રાને પ્રભુમુખી બનાવે – આત્મમુખી બનાવે તેજ અત્તરની કામના પ્રકટ કરી વિરમું છું -
વિ.સં. ૨૦૧૭ 8- શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય આસો વદિ ૮
વિજ્ય પ્રદ્યુમ્નસૂરિ ગુવાર - પુષ્યનક્ષત્ર દશાપોરવાડ, અમદાવાદ-૭
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org