________________
મોટે ભાગે કથા દૃષ્ટાન્તથી ભરપૂર જ પ્રકાશિત થતા રહે છે. તે સંયોગોમાં આ પુસ્તક જરૂર આત્માર્થી જીવોને તો ભાવતા ભોજનની ગરજ સારશે. તેવા યોગ્ય જીવો તો આ પુસ્તકના પાને પાનાનું પારાયણ કરશે અને તેનાથી આત્માની ઉપરના આવરણો ખસી રહ્યા છે તેવું તે અનુભવશે. ચિત્તની સંતપ્તધરા ઉપર અમીછાંટણા થઈ રહ્યાનો અહેસાસ તેને થશે.
પુસ્તકની શૈલી ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદની રાખી છે. તેથી લખાણ રસાળ બન્યું છે. લેખક મુનિરાજ યશોવિજયજી મહારાજ સ્વય તપસ્વી છે. અધ્યાત્મ માર્ગના યાત્રી છે. પ્રબળ વૈરાગી છે અને મોટા વિદ્વાન તો છે જ. સંસ્કૃત ભાષામાં ગંભીર ગ્રંથો ઉપર વિવરણ લખે છે, જે આ કાળમાં વિરલ અને નોંધપાત્ર ઘટના ગણાય. આ પુસ્તકના પ્રકરણો ઈડરપહાડ, વડાલી, આબુ અને તારંગા જેવા શાંત-પવિત્ર અને સૌન્દર્યમંડિત સ્થાનોમાં રહીને લખાયા છે. આવા પ્રશાન્ત વાતાવરણનો લાભ આ લખાણને મળ્યો છે. તે તે તીર્થોમાં બીરાજમાન પ્રભુજીનાં સાંનિધ્યમાં જે અન્તઃસ્ફરણા થઈ તેના આધારે આ પ્રકરણો લખાયા છે. કુદરતના સહજ વાતાવરણમાં ઉદ્દભવેલા આ લખાણોમાં પરમની મુદ્રા અંકિત થયેલી હોય છે, જે વાચકના હૃદયને સ્પર્શે છે.
આ પુસ્તકની ખૂબી તો એ છે કે પુસ્તક ઉઘાડીને કોઈ પણ પાનું ખોલો, વાંચવાનું શરૂ કરો તેમ પ્રવાહમાં તણાવા લાગશો. શબ્દોની પાછળ શબ્દો એક પછી એક અખ્ખલિત આવતાં જ હોય એમ લાગે છે.
ઉદાહરણ તરીકે.... તો મન પણ જીતી શકાય છે.” આ શિર્ષકથી શરૂ થતું લખાણ છે તેમાં પૃષ્ઠ ૧૨૧ માં “પોતાના મનને જાણે તે જ ખરા અર્થમાં સંયમી બને શકે એ પેરાગ્રાફમાં જે.... મનોવૃત્તિમાં મળ્યા વિના, ભળ્યા વિના મન ઉપર ચોકી રાખવાની જે વાત છે તે બહુ જ ઉપયોગી વાત છે. તેમાં મનનું નિરીક્ષણ-પરીક્ષણ કરતાં તેના સ્વરૂપનું જે દર્શન વર્ણવ્યું છે તેમાં તેની તમામ અશુભ બાજુ દર્શાવી છે જે મનનીય છે. તે જ રીતે પૃ. ૧૨૭ ઉપર ધ્યાન યોગમાં આરૂઢ થવાની વાતની જે શરૂઆત કરી છે, જે ભૂમિકા બતાવી છે તે ખૂબ જ નોંધ પાત્ર છે.
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org