________________
અર્થ :- નિશ્ચયને પમાડી આપે તે વ્યવહાર જ વ્યવહાર ધર્મ તરીકે મનાય છે.” અર્થાત્ આપણો વ્યવહાર ધર્મ ત્યારે જ ધર્મ બને છે જો તે ધ્યેયરૂપ-સાધ્યરૂપ આત્મતત્ત્વ સાથે જોડાણ કરી આપે. એટલે જ એક વચન પણ પ્રસિદ્ધ છે :
નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર. પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર..
આવા આવા વચનો આપણી સામે છે છતાં • આપણે તો જાણે વરરાજા વિનાની જાનમાં મોટે ઉપાડે મ્હાલીએ છીએ પણ કયારેય ખેવના નથી કરતાં કે ‘આ જાનમાં તો આવ્યા છીએ પણ આમાં વરરાજા કોણ છે ? કઈ કન્યાના માંડવે આપણે જવાનું છે ?’ તમામ ધર્મક્રિયા-આરાધનાનું તો કોઈ ધ્યેય હોવું જોઈએ ને ? એક અનન્તર ધ્યેય અને એક પરંપર ધ્યેય ! બન્ને જરૂરી છે. આ ભવનું ધ્યેય તે અનન્તર ધ્યેય- પછીના ભવોનું અંતિમ પ્રાપ્તવ્ય ધ્યેય સર્વકર્મનો ક્ષય તે પરંપર ધ્યેય- આ સ્પષ્ટ છે ! આ પુસ્તકમાં આ જાનના વરરાજાનું સુંદર ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ કક્ષાના સાધકોને નિરંતર ઉત્તરોત્તર ઉપર ઉઠવાનું- ઉપર ચઢવાનું માર્ગદર્શન મળતું રહે તેવું નિરૂપણ છે.
સંવાદની શૈલી એ રસાળ શૈલી છે. અંતરંગ મનોવૃત્તિનો એકસ-રે અહીં સાંપડે છે. અહીં રોગદર્શન છે તો રોગનું કારણ અને નિવારણ પણ છે.
-
આત્માનું અજવાળું ઓલવાઈ ગયું હોય તેવા અંધારભર્યા વાતાવરણમાં આ પુસ્તક એક નવું અજવાળું પાથરે છે. નવી કેડી કંડારી આપે છે. આમાં આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. આત્મા ને પરમાત્માની વચ્ચેના સંવાદમય જ આ પુસ્તક છે.
આજે આત્માને ઊર્ધ્વગામી બનાવે તેવા સાહિત્યની ખૂબ જ જરૂર છે. કારણ કે વર્તમાન દેશનાપદ્ધતિ પણ માત્ર આચારપ્રધાન જ બની ગઈ છે. બધા શ્રોતા લગભગ બાળ જીવો જેવા છે એમ સમજીને સાવ પ્રાથમિક વાતો કરવામાં આવે છે. વળી આશ્ચર્ય તો એ વાતનું છે કે દર વર્ષે એની એ જ વાતોનું પુનઃ પુનઃ પુનરાવર્તન થયા કરતું હોય છે. પુસ્તકો પણ
Jain Education International
For Private & Personal Use Only
13
www.jainelibrary.org