________________
// નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
આત્મમુખી બનવા સ્વાધ્યાય કરીએ
વિર્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ તરફથી જ્યારે એક સારા સમાચાર આવ્યા કે “સંવેદનની સરગમ પુસ્તકની બીજી આવૃતિ પ્રકટ કરવાની છે. તમારું લખાણ એ જ રાખવું છે કે નવું લેવાનું છે?” મને નવાઈ લાગી- શું આપણે ત્યાં આવું શાસ્ત્રીય ગાથા-પાઠ આધારિત આધ્યાત્મિક પુસ્તક જે આત્મા નામની ઘણાં વખતથી ખોવાઈ ગયેલી વસ્તુને પાછી મેળવી આપવામાં મદદ કરે તેવું પુસ્તક તેને વાંચનારો વર્ગ છે! જેથી એક વ૨સ જેવા ગાળામાં આની બીજી આવૃત્તિ કરવી પડે. જો સાચે જ આ પુસ્તક ૩૦૦૦ નકલ લેખે પંદર હજાર વાચકોના હાથમાંથી પસાર થયું હોય તો તેને સમજનારો વર્ગ પણ આપણે ત્યાં છે તે બહુ આનંદની બીના છે.
આપણે નિશ્ચય પરાભુખ વ્યવહારમાં કેટલાં રચ્યા પચ્યા રહીએ છીએ ? જ્ઞાનીઓએ નિશ્ચય પરાઙમુખ વ્યવહારને ઉન્માર્ગ કહ્યો છે. વર્તમાન શ્રીસંઘની તમામ પ્રવૃત્તિમાં, શાસનપ્રભાવનાના સ્વરૂપ-અનુષ્ઠાનો અને આરાધનામાં- શું વ્યવહારની જ પ્રધાનતા નથી અનુભવાતી ? માત્ર વ્યવહારને ઉપાધ્યાયજી મહારાજે કયા શબ્દોમાં વર્ણવ્યો છે ? ધર્મપ૨ીક્ષા ગ્રન્થમાં એક ગાથાના શબ્દો આપણી ઉંઘ ઉડાડવા માટે પૂરતા છે :
भावो जेसिमसुद्धो ते ववहारठ्ठिया वि एरिसया । णिच्छयपरंमुहो खलु ववहारो होइ उम्मग्गो ॥३०॥
અર્થ : જેઓના ભાવ અશુદ્ધ છે તેઓ વ્યવહારમાં રહ્યા હોય તો પણ આવા સર્વવિરાધક જ છે. કેમકે નિશ્ચયથી પરાસ્મુખ વ્યવહાર ઉન્માર્ગ બની જાય છે. અર્થાત્ તેનો માર્ગ-માર્ગ રૂપ જ ન હોવાથી વાસ્તવિક રીતે જેને શાસ્ત્રકારોએ બળવાન કહ્યો છે તેવા વ્યવહારરૂપ પણ હોતો નથી. મૂળમાં આ રીતે નિરૂપણ કરીને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ મહત્ત્વનું વિધાન કરે છે :
122
=
यस्तु व्यवहारो बलवानभ्यधायि प्रवचने
स निश्चयप्रापको न तु तदप्रापकः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org