________________
નિર્વિચાર એ પાયો બનશે... ને એ પાયા પર જાગૃતિનો મહેલ ચણવો શરૂ થશે.
વિર્ય મુનિશ્રી યશોવિજયજી પણ નિર્વિચાર-નિર્વિકલ્પ દશાનો પાયો દઢ કરવા પ્રસ્તુત પુસ્તકમાં પ્રભુ સાથેના મઝાના સંવાદો લઈ આવ્યા છે. નિર્વિકલ્પ દશાને પ્રગટાવે તેવા ઊંડા તત્ત્વજ્ઞાનને ભક્તિનો પુટ આપીને એમણે તત્ત્વજ્ઞાનને સરળ કર્યું છે; ભક્તિભાવથી ભીનું ભીનું પણ. આપણા પ્રશ્નોના ઉત્તરો પ્રભુ પોતે આપતા હોય એ કલ્પના જ કેટલી રોચક, રોમાંચક અને રોમહર્ષક લાગે ! તત્ત્વજ્ઞાનના પ્રમાણમાં શુષ્ક લાગે તેવા પ્રત્યુત્તરો પણ “એના શ્રીમુખેથી વહેતા હોય ત્યારે તો કેવું માધુર્ય ઠલવાતું અનુભવીએ! “મધુરાધિપતેરખિલં મધુરમ્..”
• દ્વિતીય આવૃતિ પ્રસંગે • સંવેદનની સરગમ' ની દ્વિતીય આવૃતિ પ્રગટ થઈ રહી છે ત્યારે અપાર હર્ષ એ માટે થાય છે કે પ્રભુની સાધનાના ઊંડાણમાં જવા મુમુક્ષુઓ તૈયાર થયા છે.
આવા ગ્રન્થોનું વાંચન, અનુપ્રેક્ષણ સાધના માર્ગના ઊંડાણ તરફ દોરી જતા માર્ગને સ્પષ્ટ કરશે.
પ્રભુની અનુપમ સાધનાને દ્વિવિધ આયામોથી અત્યારે અનેક સાધકો સાધી રહ્યા છે. એ પણ મઝાના આયામો છે. અનુષ્ઠાનોના આચરણ રૂપે લંબાઈ મઝાની મળી છે ; વાંચન-અનુપ્રેક્ષણની પહોળાઈ પણ મળી છે. હવે આવા ગ્રન્થોના સ્વાધ્યાયથી મળશે ત્રીજો આયામ અનુભૂતિનો, સાધનાના ઊંડાણનો.
વધુને વધુ મુમુક્ષુઓ આ ગ્રન્થનો સ્વાધ્યાય કરે તે જ અભિલાષા સાથે.
પ્ર. આસો વદિ ૧૪, વિ. ૨૦૫૭, પાલનપુર
8- આ. યશોવિજયસૂરિ
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org