________________
નથી જ; પણ એ રીતે રહેવાનું કે હોલમાં પોતાના સિવાય કોઈ ન હોય. ઇશારો પણ નહિ. આંખ ઊંચી કરવાની પણ નહિ.
ત્રીસ દિવસની સાધના પછી, ગુર્જિએફ પ્રમુખ સાધક ઓસ્પેન્ઝી સાથે સવારે એ શહેરની બજારમાં થઈને નીકળે છે. ઓસ્પેન્કી પૂછે છે : “આ શહેર આખું બદલાઈ ગયેલું લાગે છે !” ગુર્જિએફ હસ્યાઃ “તું બદલાઈ ગયો છે ને !”
સમાધિશતક આવા પરિવર્તનની મઝાની વાત કરે છે : “જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત; સો ચાખે સમતા સુધા, અવર નહિ જડ ચિત્ત..' હાલતું-ચાલતું જગત જેને સ્થિર લાગે છે તે જ સમભાવને મેળવી શકે છે....
• માટીનાં પૂતળાં • સાધક બ્રહ્મજ્ઞાની ગુરુદેવ પાસે બ્રહ્મવિદ્યાના આગળના સૂત્રો સમજવા આવે છે. ગુરુ એને પૂછે છે : “તું નગરને વીંધી આશ્રમમાં આવ્યો. નગરમાં તેં શું જોયું ?” સાધક કહે છે : “ગુરુદેવ ! માટીનાં પૂતળા માટી માટે દોડતાં હતાં તે જોયું.”
ગુરુદેવે કહ્યું : “બેસી જા ભણવા માટે.” પરની અસારતાનો તીવ્રબોધ સાધક પાસે હતો. અને એ જ સાધકની બ્રહ્મવિદ્યાને પામવાની સજ્જતા હતી.
• વિચારોનો ગ્રાફ • અસારતાનો તીવ્ર બોધ વિકલ્પોના પ્રવાહને અવરુદ્ધ કરે છે...
તમે તમારા વિચારોનો સવારથી સાંજ સુધીનો એક દિવસનો ગ્રાફ જુઓ તો પણ તમને સમજાઈ જાય કે વિચારોના મૂળમાં શું છે? લગભગ આ રેકોર્ડિગ રીપીટ થતું જોવાશેઃ હું આમ બોલેલો, ત્યારે પેલા ઇપ્રેસ થયેલા... મેં આમ કર્યું ત્યારે... વિચારોના મૂળમાં સતત “હું પડઘાયા કરતું તમને દેખાયા કરશે.
સાચુ “હું આવતું જશે, ખોટું ‘હું વિદાય લેતું જશે...
અનુભૂતિ... નિર્લેન્દ્ર અનુભૂતિ... શબ્દો એને કેમ સમજાવી શકે? You can't say it. Yes, You can experience it... sta oli sel ન શકો. એને અનુભવી જરૂર શકો.
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org