________________
• જન્મ-મુત્યુની પાર -
સુઈગાન વિદ્વાન શિષ્ય હતો. દેશનું ભ્રમણ કરી ગુરુ જિમ્યો પાસે તે આવ્યો.
ગુરુ પૂછે છે : “ધર્મનો સાર શું પામ્યો તું ?”
સુઈગાન : “જો પર્વત ૫૨ વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવનાં મોજાંને પ્રકાશિત કરે.’
ઈશારો દોષરહિત, નિષ્કલંક આત્મતત્ત્વ પર હતો...
ગુરુ કહે છે : “તું આ રીતે ધર્મનો સાર પામ્યો ? તું આ રીતે જન્મમૃત્યુની પાર કેમ જઇશ ?''
સુઈગાન ઝૂક્યો. તેની આંખમાં આંસુ હતા. તેણે પૂછ્યું : “આપ જ કહો શું સાર ?'
ગુરુ : જો પર્વત પર વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવના મોજાંને પ્રકાશિત કરે.
ગુરુએ સુઈગાન બોલ્યો ત્યારે જોયેલું કે તેની પ્રસ્તુતિ કાવ્યાત્મક હતી. પણ અનુભૂતિ ક્યાં હતી ?
ગુરુ તમારા શબ્દ પર નહિ, તમારા ચહેરા ૫૨, તમારી આંખોમાં ઝાંકે છે.
• તુર્યા તે જ અનુભવ છે
ગુરુ અનુભૂતિ દ્વારા, ચોક્કસ રીતે ભીતરની કઈ સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે ? એની મઝાની વાત જ્ઞાનસાર કહે છે : તુર્યા ચોથી દશા તે જ અનુભવ. (7 સુષુત્તરમોદાર્ નાપિ = સ્વાપનારી, ૫નાશિપવિત્રાન્તસ્તુયૅવાનુમવો વશા.- જ્ઞાનસાર, અનુભવાષ્ટક ૭)
કહેવાતી જાગૃતિ અને સ્વપ્રાવસ્થા એ બેઉમાં કલ્પનાના વિકલ્પોના ઘોડાપૂર ચાલતા હોય છે. નિદ્રામાં જડતા હોય છે. ત્રણની પેલે પાર છે ઉજાગર દશા. નિર્વિકલ્પ દશાની પૃષ્ઠભૂ પરની જાગૃતિ. હોશ..
–
સો ચાખે સમતા સુધા...'
ગુર્જિએફે એકવાર ત્રીસ સાધકોના એક વૃન્દ પર સાધનાનો પ્રયોગ કરેલો. એક જ મોટા ખંડમાં ત્રીસ સાધકો... બીજા સાથે બોલવાનું તો
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org