________________
ઉપકારી પૂજ્ય ગુરુવર્ગનો અનન્ય ઉપકાર તો કદિ વિસરી શકાય તેમ નથી જ. તદુપરાંત શાસનના અનેકાનેક કાર્યમાં વ્યસ્ત હોવા છતાં “અનુભૂતિ હેડીંગવાળા ઉગારવચન લખી આપવાની કૃપા કરનાર પૂજ્યપાદ અધ્યાત્મસાધનાનિમગ્ન પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજ તથા “આત્મમુખી બનવા સ્વાધ્યાય કરીએ” શિર્ષકરૂપે આશીર્વચન પાઠવનાર પૂજ્યપાદ બહુશ્રુત શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર પણ અહીં અવશ્ય સ્મર્તવ્ય છે. પ્રસ્તુત પુસ્તકનું લખાણ મનનપૂર્વક વાંચીને “યતું કિંચિત્' ઉપહાર દર્શાવનાર શ્રુતરસિક સુશ્રાવક શ્રી હર્ષદભાઈ મણિલાલ સંઘવી પણ અવશ્ય ધન્યવાદને પાત્ર છે. સુંદર મુદ્રણ કરીને શ્રુતસેવા કરનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા શ્રીઅજયભાઈ-શ્રીવિમલભાઈ વગેરેની મહેનત પણ દાદ માગી લે તેવી છે.
પ્રાન્ત, હૃદયના સ્વયંસ્કૂર્ત ભાવોનું આલેખન શાસ્ત્રસાપેક્ષ બને તેવું કરવામાં દેવ-ગુરુકૃપાથી શકય તેટલી સાવધાની રહી છે. તેમ છતાં ભૂલ થવાની શકયતા નકારી શકાય નહિ. ભવભીરુ ગુણગ્રાહી ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવા અને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી. गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः।।
તરણતારણહાર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુકકડમ્.
- લેખક
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org