________________
૪૧.
ઘઉદબ્રાની પાકાષ્ઠા
ઓ વીતરાગ ભગવંત ! આપની વાણી સાંભળીને મારી ભ્રમણા ભાંગી ગઈ. “શરીર એ જ હું’, ‘હું શરીર જ છું એવી મિથ્યા ભ્રમણાનો લીધે અત્યાર સુધી શરીરના દુઃખે દુઃખી અને શરીરના સુખે જાતને સુખી માનીને, શુદ્ધ અનુભૂતિના રહસ્યાર્થથી વંચિત રહીને, કર્તુત્વ-ભોક્નત્વભાવમય બ્રાન્ત ભવસાગરમાં ભટકી રહ્યો હતો. “શરીર એ જ હું આ મિથ્યાત્વ મોહનીય કર્મની અવસ્થા અને “હું આત્મા પણ છું. આવી મિશ્રદશાના સકંજામાંથી છટકીને “હું કેવળ આત્મા છું' આવા સમકિત મોહનીયના ક્ષેત્રમાં પગપેસારો કરી રહ્યો છું. સમકિત મોહનીયની પરિધિમાંથી પણ બહાર નીકળી ક્ષાયિક સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ કરવા માટે તથા શુદ્ધ આત્મસ્વરૂપની અવિચલ પ્રતીતિ, અપરોક્ષ નિર્મળ અનુભૂતિ કરવા માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુસંધાન, સ્મરણ, રટણ, ધોલનમાં ખોવાઈ જવું છે.
જટિલ “શાસ્ત્રોના ઢગ અને વિચારોના ઢગલામાંથી સારભૂત- - પ્રયોજનભૂત સુગમ સાર્થક સંક્ષિપ્ત શબ્દાવલીના માધ્યમથી શબ્દબ્રહ્મની પરાકાષ્ઠા અનુભવવા દ્વારા શુદ્ધિનો પ્રકર્ષ થતાં પ્રગટ થનાર પરબ્રહ્મનો, શુદ્ધ આત્મતત્ત્વનો સ્થાયી સાક્ષાત્કાર કરવા માટે હૈયું થનગની રહ્યું છે. આથી જ આપની વાણી સાંભળ્યા પછી અંતઃકરણમાં સર્વત્ર સતત અખંડપણે ગુંજારવ ચાલી રહ્યો છે કે કે હું આત્મા છું. કેવલ આત્મા છું. (શરીર નહિ) આત્મા જ છું. આત્મા છું જ. (શંકા નથી) માત્ર આત્મા જ છું.
હું આત્મા જ છું. 1. अहं कर्ता भोक्ते त्यनवरतमिहाज्ञानमुदभूदियत्कालं शुद्धानुभवनरहस्यं ह्यविदुषाम्
(.વિવું જો) .. महवृत्तान्तगहनाद् विश्लिष्य प्रकृता गिरः ।।
योजयत्यर्थगम्या यः शब्दब्रह्म भुनक्ति सः ॥ (सिद्धसेनीयद्वात्रिंशिका-१२/३)
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org