________________
માટે કર્તુત્વ-ભાતૃત્વભાવના કલંકથી દૂર રહી સર્વત્ર જ્ઞાતા-દષ્ટાભાવમાં આવવાનો પ્રયત્ન કર. સાક્ષીભાવમાં તું લાગી જા, સાક્ષીભાવને સાધી લે. નિર્વિકલ્પ અવસ્થાને પ્યારી બનાવી લે.
પછી સહજાનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ, જ્ઞાનાનંદ, નિજાનંદમાં તું ખરેખર લીન બની જઈશ. કારણ કે એ જ તો તારૂં મૂળભૂત સ્વરૂપ છે.
*વિશુદ્ધ જ્ઞાન અને અનંત આનંદ એ જ તો તારો ખરો વૈભવ છે.
એ વૈભવથી દૂર ફેંકાઈ ન જવાય એ માટે પ્રતિપળ જાગૃતિ રાખતા તું શીખી જા. પ્રતિપળ જાગ્રત થા. પ્રતિક્ષણ સાવધાન બન. શ્વાસે શ્વાસે અપ્રમત્તતા આત્મસાત્ કર. પછી તારું મંગળ, તારા થકી સૌનું મંગળ દૂર નહિ હોય.
જ્ઞાતા-દષ્ટા-ભાવને સમજવા જુઓ પૃ. ૨૦૩ ક. ૪માવાનૈવ વતન વિદ્યાત્મિા ! (અધ્યાત્મસાર ૬/૪૩)
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org