________________
નથી. અગ્નિની ભઠ્ઠીમાં લોખંડનો ગોળો અગ્નિરૂપે પરિણમે તેમ કામક્રોધ, રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ, રતિ-અરતિ વગેરેરૂપે અવાર નવાર પરિણમવાથી, તે રૂપે પરિણમીને કામ-ક્રોધાદિના આકુળતામય સુખનો (!?) અગણિતવાર અનુભવ થવાથી, તેમાં એકાકાર થઈને તેના ઊંડા સંસ્કાર પાડવાથી, તેની હાર્દિક અનુમોદના કરવાથી ફરી ફરી કામ-ક્રોધાદિના જ આભાસિક સુખને અનુભવવાની ઝંખના જીવમાં જાગે છે અને તેના જ પ્રબળ પુરુષાર્થમાં તે પ્રવર્તે છે.
જેની અનુમોદના થાય, જેને ક૨વાનો વારંવાર ભાવ જાગે તેમાં એકાકાર બનેલા જીવને ફરીથી કર્મવશ તેવા જ નિમિત્ત મળે, તેનું જ સેવન કરવાની તક મળે અને તેનું સેવન એકરસ બનીને ક૨વાથી તન્મય બનેલો જીવ ફરી ફરી ત્યાં જ અભ્યાસવશ તણાયે રાખે છે. કામ-ક્રોધાદિની સામગ્રી ન મળે તો પણ તેનું જ આકર્ષણ તન્મય થયેલ જીવને રહ્યા કરે છે.
આમાંથી બચવાનો એક ઈલાજ છે કે કેવળ આકુળતા-વ્યાકુળતામય કામ-ક્રોધાદિના નિમિત્તથી દૂર ખસી, તેનો અપરિચય રાખી, વિષયસેવન આદિ અવળો અભ્યાસ છોડી, વર્તમાનમાં અનિવાર્યપણે થતા કામ-ક્રોધાદિના ઉદયમાં એકાકાર થઇને અજ્ઞાનથી તેના કર્તૃત્વ - ભોતૃત્વભાવમાં ગરકાવ બનવાના બદલે ‘આ મારું સ્વરૂપ નથી, મને આકુળતામય કામ-ક્રોધાદિથી લાભ નથી. હું તેનાથી જુદો છું. મારું સ્વરૂપ તો નિરાકુળ નિરૂપાધિક આનંદમય છે. વર્તમાન કામ-ક્રોધાદિનો હું તો ઉદાસીન સાક્ષીમાત્ર છું. કર્તા-ભોક્તા નથી.' આમ ભેદજ્ઞાન સહિત જ્ઞાતા-દૃષ્ટા-સાક્ષીભાવમાં સહજ ભાવે લીન બનવું. તો જ તેનાથી કાયમી છુટકારો થશે.
પછી પુદ્ગલાનંદીપણું, પુદ્ગલરમણતા, પુદ્ગલરુચિ, પુદ્ગલમમત્વ, પુદ્ગલદિષ્ટ, બાહ્યદિષ્ટ આપોઆપ વિલીન થશે.
અંતરદૃષ્ટિ, આત્મદૃષ્ટિ, શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થશે. આત્માનો સાક્ષાત્કાર થશે. આત્મસ્થિરતા પ્રગટ થશે. આત્મરમણતા એ તારું જીવન બની જશે.
પછી તારામાં અને મારામાં કોઈ ભેદ નહિ રહે. તું મારા સ્વરૂપે બની જશે. જીવમાંથી શિવ બની જશે. આત્મામાંથી પરમાત્મા બની જઈશ.
स्वरूपस्याऽज्ञानाद् भवति किल कर्तेष पुरुषो ।
ચતૃત્વ તસ્યાવામ વૃદ્ઘ સિદ્ધ સ્વરસત: | (અધ્યાત્મવિન્દુ. ૪:૬)
Jain Education International
For Private & Personal Use Only
૧૯૯
www.jainelibrary.org