________________
નિષ્પક્ષપણે, ઉદાસીનભાવે, કેવલ સાક્ષીરૂપે તું જોયા કર. તેને તું તારા માન નહિ. બાકી તારું શાંત, સ્થિર અને ચૈતન્યમય મૌલિક સ્વરૂપ તને ખ્યાલમાં જ નહિ આવે. માનસિક કે વૈકલ્પિક કોઈ પ્રતિક્રિયા એના પ્રત્યે ન કર.
કર્માધીન, કાલ્પનિક અને તુચ્છ એવા વિચારો-સંકલ્પ-વિકલ્પો પ્રત્યેની પણ મમતા છોડી જ દે. એ બધું તારું સ્વરૂપ નથી. એ ક્ષણભંગુર છે.* તું તારા ધ્રુવ ચૈતન્યસ્વરૂપને પકડી લે. બીજું બધું ઉપેક્ષણીય કરી દે તો મોહધૂતારો તને છેતરશે નહિ. તારા શુદ્ધ આત્મસ્વરૂપ સિવાય બીજું કશું જોવા જેવું નથી. તેનાથી ચઢિયાતું કોઈ દર્શનીય તત્ત્વ જગતમાં નથી. અંદરમાં જરા નજર તો કર. પછી ત્યાંથી નજર ખસેડવાનું મન જ નહિ થાય. ભલે ને આ શરીર પણ છૂટી જાય. જે છૂટી જાય છે તે તુચ્છ છે, ક્ષણભંગુર છે, અશરણ છે, નિરાધાર છે, સ્વયં અનાથ છે. તો તેને છોડતાં કે તે છૂટી જતાં તેને ડર શાનો લાગે છે?
કર્મના ઉદયને, કર્મોદયજન્ય પરિસ્થિતિને તું આધીન બનીશ તો ચૌદ રાજલોકનું રમણ-ભમણ તારા માથે લખાયેલું રહેશે.
અશાતા વેદનીય અને તેના ફળથી દૂર ભાગીશ તો દુર્ગતિની વણઝાર તારી રાહ જોઈને ઉભેલી હશે.
તું અશાતાને શાતા વેદનીય સ્વરૂપે જોવાનું શીખી જા. શાતા વેદનીયને અશાતા વેદનીયરૂપે જાણવાની કળા હસ્તગત કરીલે.
પછી કોઈ આકુળતા-વ્યાકુળતા, વિભાવદશા તને હેરાન કરી નહિ શકે. પરંતુ આજ સુધી જીવે શરીર, ઈન્દ્રિય, મન, કામ, ક્રોધ વગેરે જુદા જુદા સ્વરૂપે પરિણમીને દેહાદિના સુખનો અનુભવ અનંત વાર કરેલ છે. પરંતુ આત્મારૂપે પરિણમીને આત્માનું અતીન્દ્રિય સુખ કદિ પણ જીવે અનુભવેલ
2. किं मुग्ध ! चिन्तयसि काममसद्रिकल्पान् तद्ब्रह्मरुपमनिशं परिभावयस्व । यल्लाभतोऽस्ति न परः पुनरिष्टलाभो यदर्शनाच्च न परं पुनरस्ति दृश्यम् ।।
(અધ્યાત્મવિખ્યું ર૬) .. यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । - છન્ન સ્તબ્ધ ન શવનોતિ, તસ્ય મોહમત્તિનુવ: || (જ્ઞાનસાર જીર) > થવા દુર્ઘ સુવ્રત્વેન, યુટ્યત્વેન સુદ્ધ થવા !
મુનિર્વેત્તિ તવા તચ, મોક્ષનમ: સ્વયંવરી || (યોગસાર કારૂ૦)
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org