________________
શરીરના અંગોપાંગ કપાઈ શકે છે. અનંત કાળમાં કોઈની તાકાત નથી કે તારો કોઈ એક પણ આત્મપ્રદેશ હટાવી શકે, ઘટાડી શકે.
બેવફા-દગાબાજ-ફટકાબાજ શરીરે અનંતવાર શત્રુનું કાર્ય કરેલ છેતેમ સમજીને, અંતરમાં ભેદ રાખીને તેની પાસેથી કામ લેવાનું છે. તેમાં એકાકાર થતો નહિ.
'શરીર એ તો ઉપાધિ છે, ઉપાધિજન્ય છે, ઉપાધિજનક છે. તું મૂળસ્વભાવે નિરુપાધિક છે. શરીરને ભૂખ-ભોજન, તરસ-પાણી, વસ્ત્ર પરિધાન, થાકનિદ્રા અને પરિવર્તનશીલ પ્રવૃત્તિનો વળગાડ છે. તું અણાહારી, પરમતૃપ્ત અમૂર્ત, સદા મહાજાગ્રત, અપરિવર્તનશીલ આત્મતત્ત્વ છે. પાણીમાં રહેવા છતાં પાણીથી કમળ જુદું હોય તેમ વ્યવહારથી શરીરમાં રહેવા છતાં તું પણ મલિન એવા શરીરથી જુદો છે, નિર્મલ છે.
તારામાં અને શરીરમાં આભ-ગાભનું અંતર છે. આકાશ-પાતાળનો તફાવત છે.
મીયા-મહાદેવને મેળ ન પડે તો તારે અને શરીરને મેળ કેમ પડે?
શરીરમાં એકત્વપણાની બુદ્ધિ, “હું” પણાની દુર્બુદ્ધિ, તાદાભ્યનો અધ્યાસ છોડી દે. દેહમાં અભિન્નપણાનો અભ્યાસ, મારાપણાની મારકણી મમતાનું વિસર્જન કર. એનું આકર્ષણ છોડી દે.
લાલ કે કાળુ ફૂલ પાસે હોવાથી સ્ફટિક ભલે લાલ કે કાળું દેખાય. પરંતુ તે શ્વેત જ છે. ફૂલ ખસી જાય પછી સ્ફટિકની ઉજ્વળતાં દષ્ટિગોચર થાય છે. તેમ સ્થૂલ કે કૃશ શરીરના સાન્નિધ્યમાં “હું દૂબળો છું, પાતળો છું, એવા વિકલ્પ મિથ્યાત્વ કરાવે છે. પરંતુ તું વિદેહી જ છે. માટે એના ઉપરનો લગાવ છોડી જ દે. દેહ ધર્મસાધન હોવાથી તેને સંભાળવા છતાં પોતાની જાતને* બ્રાન્ત કલ્પનાથી મૂઢ થઈને દેહમય માનતો નહિ.
*ઉદયાધીન શરીરની જે સ્થિતિ વર્તે તેને તટસ્થપણે-મધ્યસ્થપણે,
.. नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा ।
अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥ (परमानंदपंचविशंति ७) *. कल्पनामोहितो जन्तुः, शुक्लं कृष्णं च पश्यति ।
તસ્યાં પુનર્વિત્નીનાયામશુવસ્ત્રાવૃwામીતે | (અધ્યાત્મસાર ૧૮૨૨૨) *. कर्मोपाधिकृतान् भावान्, य आत्मन्यध्यवस्यति ।
તેન ચમ િ યુદ્ધ પરમાત્મનઃ || (અધ્યાત્મનિષત્ રર૬)
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org