________________
શરીર ઔપાધિક છે. તું નિરુપાધિક છે.
શરીરનું અસ્તિત્વ કર્માધીન, સંયોગાધીન છે. તારું સ્વરૂપ સ્વભાવને આધીન છે.
શરીર અનાથ છે, નિરાધાર છે. તું શરીરનો નાથ છે, માલિક છે. શરીર પરિવર્તનશીલ છે. તું અપરિવર્તનશીલ છે. શરીર કૃત્રિમ છે, જન્ય છે. તું અકૃત્રિમ અને શાશ્વત છે. જન્મ-જરા-મરણ શરીરને લાગુ પડે છે. તું તો અજરામર છે. વેદના-વ્યથા શરીરમાં ઉત્પન્ન થાય છે. તું તો અનંત-અવ્યાબાધ આનંદનો મહાસાગર છે. ક્યાં રાજા ભોજ ? ને ક્યાં ગાંગો તૈલી ?
શરીર અસાર છે, કચરો છે. તું અનંત-અમૂલ્ય જ્ઞાનાદિ રત્નમયછે. શરીર રોગિષ્ઠ છે. રોગનું ઘર છે, જીર્ણ છે. તું અજર-અમર-અરોગીછે. શરીર માટીનું બનેલું છે. માટીમાં મળશે.
તું ઝળહળતા તેજસ્વી આત્મપ્રદેશોનો સંપુટ છે. શરીર રૂપી છે. તું અરૂપી છે. શરીર મૂર્ત છે. તું તો અમૂર્ત છે. શરીર પૌદ્ગલિક છે. તું અપૌદ્ગલિક છે.
‘જેમ ગરમ અગ્નિના સંયોગથી ‘ઘી ગરમ છે’ એવી ભ્રાન્ત પ્રતીતિ થાય છે તેમ સુંદર *શરીરના સંબંધથી ‘તું રૂપવાન- સૌંદર્યવાન છે'.- એવી પ્રતીતિ થાય છે તે ભ્રમ છે. તું તો ગુણસૌંદર્યથી સમૃદ્ધ છે.
શરીર ઉપર કર્મનો પ્રભાવ છે. તારા મૂળભૂત સ્વભાવ ઉપર કર્મની કોઈ શિરજોરી નથી. તારા સ્વરૂપમાં કર્મનો પગપેસારો નથી.
શરીર સેવક છે. તું માલિક છે, સ્વામી છે.
શરીરની રાખ થઈ જશે. તું તો શસ્ત્રથી અચ્છેદ્ય, અભેદ્ય છે. અગ્નિથી અદાહ્ય, અપાચ્ય છે. શ૨ી૨ કર્મજન્ય છે. સાવધાની ન રાખે તો કર્મજનક પણ બની જાય. તું તો કર્યાતીત છે.
4. आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् ।
આત્મજ્ઞાનાય તન્નિત્ય, યત્ન: ગર્યો મહાત્મના ।।(અધ્યાત્મસાર ૧૮/૩) उष्णस्याग्नेर्यथा योगाद्, घृतमुष्णमिति भ्रमः ।
તથા મૂત્તાસમ્બન્ધાવાત્મા મૂર્ત કૃતિ ભ્રમઃ || (અધ્યાત્મસાર ૮ારૂ૬)
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org