________________
80.
તું તેને ઓળખી લે
પરમાત્મા – હે વત્સ ! રાગાદિ વિભાગ પરિણામોમાં અનાદિકાલીન અધ્યાસથી એકતા જણાય છે. માટે તું વિભાવ દશાનો અધ્યાસ છોડી દે.
અધ્યાસનો એક અર્થ છે તેના આદેશને વિના ખચકાટે અમલમાં મૂકવો. દેહ, ઈન્દ્રિય, રાગાદિના આદેશ મુજબ સર્વત્ર બેરોકટોક પ્રતિક્રિયા કરવાથી જ દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ રાગાધ્યાસ વગેરે દઢ થતા જાય છે. તેનાથી છૂટવા માટે, વિભાવ દશાને ભોગવવા મળેલા બાહ્ય સંયોગોની, સંગોની મમતાને છોડી દે. શરીર, ઈન્દ્રિય, મન અને બહારના નિમિત્તો તને જે કાંઈ દેખાડે, સંભળાવે, જે કાંઈ રાગ-દ્વેષ-કુતૂહલતા વગેરે વિભાવ પરિણામો દેખાડે તે તરફ દુર્લક્ષ-ઉપેક્ષાભાવ આવે તો દેહાધ્યાસ વગેરે ખલાસ થાય. માટે તું વિભાવ દશામાં લીન થવાથી ઊભા થયેલા દેહાધ્યાસને વહેલી તકે તોડી દે, છોડી દે.
વિકૃત વાસનાની તન્મયતાને પણ વહેલી તકે તું ઘટાડી દે. સંકલ્પ-વિકલ્પની માયાજાળમાંથી પણ તું દૂર હટ.
અસાર, તુચ્છ, કાલ્પનિક એવી આકુળતા-વ્યાકુળતા, ગમા-અણગમા, કલેશ-અંકલેશ, રતિ-અરતિને દફનાવી જ દે.
મનમાં ઊભા થતા વિકલ્પો અને વિચારો એ પણ તારું સ્વરૂપ નથી. એ તારાથી અલગ છે. તો આ ચામડાની આંખે દેખાતું પાર્થિવ શરીર તારૂં સ્વરૂપ કઈ રીતે બની શકે ? તું તટસ્થ-મધ્યસ્થ રહીને શરીર, રાગાદિત વગેરેને જો. તેમાં મારાપણાની ભ્રાન્તિ ન કર.
દેહ વિનાશી છે. તું અવિનાશી છે, *ફૂટસ્થ નિત્ય છે. તો શા માટે વિકારનિમિત્તસ્વરૂપ એવા પરદ્રવ્યને વળગે છે ?
શરીર જડ છે. તું ચેતન છે. શરીર જડ પરમાણુઓનો ઢગલો છે. તું તો ઝળહળતા ચૈતન્યથી વ્યાપ્ત એવા આત્મપ્રદેશોનો નિર્મળ પુંજ છે.
શરીર ગંદી ગટર, ઉકરડો છે. તું તો પરમ પવિત્ર છે. A તટસ્થ: પ્રશ્ય ટેરીન મૈષ સ્વીધાં | (અધ્યાત્મવિદ્ રર૦) .. नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु ।
વિદ્યી તત્ત્વવિદ્યા, વીર્યે પ્રર્તિતી | (Tીનસીર 89) है. कूटस्थस्वभावोऽहं कथमाद्रिये विकारनिमित्तं परद्रव्यम् ?-उपदेशरहस्यवृत्ति-१९९
૧૯૫
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org