________________
મૂકાયો છું. મારા ચૈતન્યકુવેથી દેહાદિ બધા પોતપોતાની પસંદગી મુજબ, જોઈએ તેટલું, ઈચ્છે તેટલું પાણી ભરે જ રાખે. ને હું સાવ જ તરસ્યો મરું ! કામ-ક્રોધાદિ આંતરિક બંધનોમાં થતી એકાકારતા-આત્માકારતાથી છૂટા પડવાનું મારું અંગત કાર્ય છોડીને દેહદિના કામમાં હું કેમ ભળી જાઉં છું’? રાગાદિ વિભાવ પરિણામમાં ગરકાવ શા માટે થાઉં છું? દેહાદિમાં મારું સ્વામિત્વ, રાગાદિમાં મારું અસ્તિત્વ, સંકલ્પ-વિકલ્પ વગેરેમાં કર્તુત્વ અંદરમાં સતત ભાળ્યા જ કરું છું. વિભાવ પરિણામોની વણઝારમાં એકતાની પ્રતીતિ કેમ થાય છે ? સ્વાનુભૂતિ તો ઠિક પરંતુ આત્મસ્મરણ પણ કેમ સતત થતું નથી ? દેહજગતને, ઈન્દ્રિયજગતને, વિભાવજગતને જાણવાના અવસરે જાણનારને સાવ ભૂલી જાઉં છું.
દીનદયાળ ! આ હાલતમાં મારે શું કરવું ? એની કાંઈ સમજ જ પડતી નથી. મારા કર્તવ્યની કાંઈક સાચી સમજ આપવાની ઉદારતા તો કરો. કરુણા કરીને માર્ગ બતાવો દીનાનાથ !
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org