________________
3e.
ભાવ તો
મારું છું
હે પરમ પુરુષોત્તમ ! ખૂબ કૃપા કરી ઉત્તમોત્તમ માર્ગદર્શન આપીને. આપની અનુગ્રહદષ્ટિથી જ ‘દેહ, ઈન્દ્રિય, શબ્દ વગેરે જડ છે. તેનાથી હું જુદો છું એમ સમજાતું જાય છે. તો પણ મારું કામ તો થતું જ નથી.
ઓ દેહાતીત પરમનાથ ! (૧) હું શરીરનું કામ કરું છું. ભૂખ્યા દેહને ભોજન પીરસું છું. હું રાગનું કામ કરું છું. અનુકૂળ વાનગી પસંદ કરીને શરીરને ખવડાવું છું. પણ મારું કામ હું કેમ કરતો નથી ? નિજાનંદનો અનુભવ કરવાનું મારું અંગત કાર્ય કેમ થતું નથી? (૨) મારાથી શરીરનું કામ થાય છે. ભોજન-પાણી પીરસાય છે. રાગનું પણ કાર્ય થાય છે. અનુકૂળ સ્વાદિષ્ટ વાનગી પસંદ કરાય છે. પરંતુ સ્વાનુભૂતિનું મારું જ કાર્ય મારાથી કેમ થતું નથી? (૩) શરીર પોતાનું કામ કરે છે. તે ભોજન-પાણી ગ્રહણ કરે છે. રાગ પોતાનું કામ કરે છે. તેથી ઉત્કૃષ્ટ સાનુકૂળ પ્રશસ્ત પસંદગી થાય છે. હું મારું પોતાનું કાર્ય કયારે કરીશ ?
વિષ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ અમૃતમય સમતાને માણનારા પ્રદેશીરાજા, ઉદયન રાજર્ષિ જેવા ધર્માત્માઓ મહાત્માઓ પોતાના ભવિષ્યને ઉજળું કરી ગયા, અને હું અમૃત જેવી આરાધનાને ઝેરરૂપે બનાવીને મારા જ ભાવીને અંધકારમય કરું છું. મારા સ્વામી ! આરાધનાસમયે પણ, પ્રતિકૂળ કર્મોદયમાં અને તગ્નિમિત્તક વિષમય વ્યકુળતામાં સામે ચાલીને હું કેમ તણાઈ જાઉં છું ? કર્મજન્ય પરિસ્થિતિ, પરદ્રવ્ય અને વિભાવ પરિણામોથી જુદા રહીને, તેનાથી જુદા પડીને, તેનાથી ઉદાસીન સાક્ષીભાવે રહેવાનું મારું કાર્ય હું કયારે કરીશ ? નિજ સ્વરૂપમાં ઉપાદેયપણે પરિણમી જવાનું સૌથી વધુ અગત્યનું મારું કાર્ય હું કયા દિવસે, કઈ ક્ષણે કરીશ?
હે અશરણના શરણ ! હે અનાથના નાથ ! શરીર, ઈન્દ્રિય, મન, રાગ વગેરે બધાની આવશ્યકતા, ઈચ્છા, રુચિ... બધું જ વ્યવસ્થિત રીતે સમયસર પૂરું પડે છે અને મારી તો જે શ્વાસતુલ્ય આવશ્યકતા છે વિભાવમુક્ત સ્વભાવરમણતા, તે પણ મળતી નથી. અહો ! આશ્ચર્ય છે.
“ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આંટો !” આવી કફોડી હાલતમાં .. अनुकूले विधौ पुंसां विषमप्यमृतायते । - વિપરીતે પુનરૂત્રામૃતમેવ વિલાયતે (ચોગશાસ્ત્રવૃત્તિ-શજીરૂ)
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org