________________
૩૮.
શબ્દ પણ કમજોર પરમાત્મા > હે વત્સ ! તું તો શુદ્ધ અસંગ આત્મા છે. શરીર તો પુદ્ગલ છે. જે કાંઈ રોગ ઉત્પન્ન થાય છે તે શરીરમાં થાય છે, શરીરને થાય છે. તને કાંઈ થતું નથી. સાંયોગિક દેહથી તું ન્યારો છે. શરીરના દુઃખ-દર્દ એ કર્મનો ઉદય ભાવ છે. તું તો તેનાથી જુદો છે.
શબ્દ પણ જડ પુદ્ગલ છે. તે કાંઈ તને કહેતો નથી કે “તું મને સાંભળ.” તું ત્યાં સાંભળવા પણ જતો નથી. તું તારામાં મસ્ત છે. તેની સાથે તારે કોઈ સંબંધ નથી. ભાષાવર્ગણાના પુદ્ગલરૂપ જડ શબ્દ કાન સાથે અથડાય છે અને પૂર્વ સંકેતના સંસ્કાર મુજબ મન શબ્દનિમિત્તે સંકલ્પ-વિકલ્પ કરે છે. તું તો કેવળ સંકલ્પ-વિકલ્પને જાણનારો છે. તો પછી “ઘોંઘાટ સહન થતો નથી. અપમાન સહેવાતું નથી. બીજાના શબ્દો, બહારનો અવાજ મને ધ્યાનમાં નડે છે.” આવા પરિણામમાં તું કેમ એકાકાર થઈ જાય છે? પોપટ, કોયલ, મોર વગેરે પણ પોતપોતાની ભાષામાં મારી પ્રાર્થના જ કરે છે- એમ કેમ નથી વિચારતો ? પ્રભુપ્રાર્થના કરવાનો અધિકાર તો બધાને હોય ને ! બહારનું કોઈ એમ કહેતું નથી કે “તું પરાણે આમાં જોડાઈ જા.” શબ્દ, રૂપ વગેરે તને એમ કહેતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર.” પણ તું પોતે જ રાગથી તેમાં જોડાય છે. કલ્પનાથી તારું માની બેઠો છે. તેમાં ઈષ્ટ-અનિષ્ટ કલ્પના કરવાથી વ્યવહારદશાઆરૂઢ એવો તું વ્યથિત થયેલો છે.
પરને આશ્રિત જે વિચાર આવે છે તેમાં કાંઈ સાર નથી. પરલક્ષી વિકલ્પમાં કાંઈ માલ નથી. તે બધું નિરર્થક છે. કર્મોદયને લીધે બાહ્ય પ્રતિકૂળતા અને વિક્ષેપ આવી રહેલ છે. બીજા કોઈનો દોષ નથી. માટે શાંતિ રાખ. બહારના સંયોગાદિ સંબંધોથી ઉદાસીન થઈ જા. જીવન રાગમય-ઈષ્ટઅનિષ્ટકલ્પનામયવિકલ્પમય બનાવવાને બદલે પરમાર્થથી આત્મમય બનાવી લે. પરંતુ રાગાદિમાં નીરસતા નહિ લાગે ત્યાં સુધી “રાગાદિ મારું સ્વરૂપ નથી.'- એવા લુખ્ખા વિચાર કરવાથી કાંઈ રાગ રવાના થવાનો નથી.
તું જાગ્રત થા તો શબ્દ કમજોર છે. જડ શબ્દ કરતાં ચેતનની તાકાત અનંતગણી છે. તારી સ્વયંભૂ શક્તિ, શુદ્ધિ, નિર્મળ પરિણતિ, અસંગ દશાને છાળે તો બહારની કે મનની કોઈ અસર તારા ઉપર થઈ ના શકે. શરીર, શબ્દ, સંકલ્પ-વિકલ્પથી ભિન્ન તારા મૌલિક સ્વરૂપને તું પકડી રાખ, શુદ્ધ ચેતનાને જકડી રાખ. પછી આનંદ, આનંદ ને આનંદ અનુભવાશે. A. પ્રિયાપ્રયત્યયોથેર્થવઠ્ઠીરસ્ય વેરાના |
નિરીરશુરસેન, નૈમિત્યે સમતોથ7 || (અધ્યાત્મિસાર શર) ૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org