________________
ધ્રુવ આત્મા ઓળખાયો !
પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ એવો હું આત્મા છું, ધ્રુવાત્મા છું. હું જડ નથી, પુદ્ગલ નથી પણ આત્મા છું.
શબ્દ-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણધર્મો છે. મારા ગુણધર્મો નથી. કારણ કે હું તો આત્મા છું. શરીર-મન-વાણી વગેરેથી ભિન્ન આત્મા છું. ‘આત્મા છું’ એટલે જ હું શબ્દાતીત-વર્ણાતીત-ગંધાતીત-રસાતીતસ્પર્શાતીત છું.
39.
અમૂર્ત છું, અરૂપી છું, નિરંજન-નિરાકાર છું.
કર્મ, કર્મોદય, કર્મકૃત વ્યક્તિત્વ, વિભાવદશાથી ભિન્ન આત્મા છું. કર્મ વગે૨ે તો ક્ષણભંગુર છે, અસાર છે, તુચ્છ છે, ઉપાધિ છે, જડ છે, દુઃખરૂપ છે. તે સ્વયં અનાથ છે. મારા માટે શરણભૂત નથી.
હું તો કૂટસ્થ ધ્રુવ છું, સદૈવ અવિનાશી છું, શાશ્વત છું, સારભૂતસર્વશ્રેષ્ઠ છું, નિરુપાધિક છું, ચેતન છું, સુખરૂપ છું.
મારા કેવલજ્ઞાનાદિ એક પણ મૂળભૂત ગુણનો કંદ ઉચ્છેદ થતો નથી. દેહ, ઈન્દ્રિય, મન, વચન વગેરે ક્ષણભંગુર ચીજોનું મૃત્યુ થાય છે. મારું મોત કદિ થયું નથી, થતું નથી, થવાનું નથી.
હું અજર-અમર-અજન્મા-અવિનાશી-ધ્રુવ આત્મતત્ત્વ છું. મારે મૃત્યુનો ડર, ભય કે ખેદ શાનો ? હું તો ત્રિકાળ ટકતું દ્રવ્ય છું.
જ્ઞાનષ્ટિથી અજ્ઞાનઅંધકાર નષ્ટ થતાં હું કેવલ અંતિમ અબાધ્ય અનુભવસ્વરૂપ ધ્રુવ આત્મા છું, “સિદ્ધ આત્મા છું, પરમાત્મા જ છું. ખરેખર પૂર્વોક્ત(જુઓ પૃ.૧૬૩) *ત્રિપદીવાળી મંત્રત્રિપદીનું અલૌકિક
दव्यट्ठियस्स सव्वं सया अणुप्पण्णमविणटुं । ( सन्मतितर्क १ | ११) अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा ।
पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ॥ (જ્ઞાનસાર ૩૪૦૮) ★ ब्रह्मस्थो ब्रह्मज्ञो, ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् ।
બ્રહ્મવિતાં વાષિ, વ્રવિતાસાનનુમવામ: 1 (અધ્યાત્મસાર ૨૦/૨૬)
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org