________________
દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, -કર્મ-કર્મપ્રક્રિયા-કર્મક્રિયાફળ, સ્મૃતિ-કલ્પનાસંકલ્પ-વિકલ્પ વગેરે કશું જ નથી. આ બધી કર્મકૃત અશુદ્ધિ છે. એ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી. હું તો માત્ર એક-અખંડ-અસંગ-અવિચલઅમલ-અવિનાશી-અનાહત શુદ્ધ ઉપયોગમય ચેતન છું.
*વિશુદ્ધ અવિનાશી આનંદમય જ્ઞાન-દર્શનાત્મક ચૈતન્યસ્વરૂપથી હું સદા અવિચલિત જ છું.
કેવળ નિર્વિકલ્પ-જ્ઞાતા-દૃષ્ટા-અસંગસાક્ષીમાત્ર શુદ્ધઉપયોગરૂપ છું. આથી કર્મકૃત વ્યક્તિત્વમાં ‘અહં-મમ’ પણાની ભ્રાન્તિ કરવી નથી. દેહ-ઈન્દ્રિયાદિ સાંયોગિક પદાર્થમાં, મોહોદયજન્ય રાગ-દ્વેષ-મોહમાં, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પમાં તાદાત્મ્યઅધ્યાસ કે સ્વામિત્વબુદ્ધિ એ કેવળ ભ્રમ છે. આકાશમાં રચાતા ગર્વનગરની જેમ, મૃગજળવત્ બધા સાંયોગિક ભાવો મિથ્યા છે. તન-મન-વચન, આચાર-વિચાર-ઉચ્ચાર, દેહ-ગેહ-નેહમાં એકરૂપતાની પ્રતીતિ પણ માત્ર ભ્રમણા જ છે. એ મારું સ્વરૂપ નથી. મારે તેની સાથે કશું લાગતું-વળગતું નથી. એનાથી મારું કશું પ્રેય-શ્રેયહિત-કલ્યાણ નથી. મારે તેની કશી આવશ્યકતા નથી.
માત્ર જ્ઞાનમય અસ્તિત્વ જ મહામૂલ્યવાન છે. ક્ષયોપશમ જ્ઞાન તો ઔપાધિક, અશુદ્ધ, અધૂરું, અનિત્ય અને પાંગળુ હોવાથી પરમાર્થથી નિર્મૂલ્ય જ છે. જે ઉપાધિગ્રસ્ત હોય, ટકનાર ન હોય તેની કિંમત શી?
હું તો સ્વાભાવિક, શુદ્ધ, પૂર્ણ, શાશ્વત, સમર્થ અને અભ્રાન્ત ઉપયોગસ્વરૂપ છું. અન્ય જ્ઞેય અને દશ્યથી ઉદાસીન થવા દ્વારા વિકલ્પશૂન્ય બનીને, શુદ્ધ નિજસ્વભાવનું અવલંબન કરીને, સદા જ્ઞાતા-દૃષ્ટા પ્રત્યે એકરસ થવાથી જે ઉપયોગ, પરિપૂર્ણ પરિપક્વ અવિષમ શુદ્ધ ચૈતન્યપણે પરિણમેલ છે તે *શુદ્ધ ઉપયોગ એ જ મારું પારમાર્થિક સ્વરૂપ છે. ‘શુદ્ધોપયોગ’ પદનો રહસ્યાર્થ કેવો અદ્દભુત છે !
2. જર્મ નીવં ચ સંશ્લિષ્ટ, સર્વવા ક્ષીરનીરવત્ ।
विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ॥ ( ज्ञानसार १५ १ ) स्वभावान्नैव चलनं, चिदानन्दमयात्सदा ।
વૈરાગ્યસ્ય તૃતીયસ્ય, સ્મૃતેય જ્ઞક્ષળાવતી ॥ (અધ્યાત્મસાર ૬।૪રૂ) * गन्धर्वनगरादीनामम्बरे डम्बरो यथा ।
તથા સંયોગના સર્વો, વિનામો વિતથાકૃતિઃ ।। (અધ્યાત્મસાર ૧૮|રૂ૦) *. વિપવિષયોત્તીર્ની, સ્વમાવાનંવન સા ।
ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ॥ (જ્ઞાનસાર દા)
Jain Education International
For Private & Personal Use Only
૧૮૯
www.jainelibrary.org