________________
39.
અહો ! શુદ્ધ ઉપયોગ કવરૂપ આભા !
હું પૂર્ણાનંદનો નાથ તો છું જ. સાથોસાથ શુદ્ધોપયોગરૂપ પણ છું. અહો ! કેવું અદ્ભુત સ્વરૂપ છે મારું ! હું શુદ્ધ જ્ઞાનમૂર્તિ છું ! શુદ્ધ ઉપયોગ-ચેતના-સમજણ-જ્ઞાન-દર્શન મારું સ્વરૂપ છે ! જડ પરમાણુ વગેરેમાં કદિ ન મળે તેવું ચૈતન્ય એ મારો સ્વભાવ. સદા સર્વત્ર જાણવું અને જોવું એ જ મારો મૂળભૂત સ્વભાવ. ઉદાસીનભાવે માત્ર જાણવું - જોવું એ જ મારો સ્વભાવ. જ્ઞાતા-દષ્ટા-સાક્ષીભાવ એ જ મારો મૂળ સ્વભાવ. આત્મતૃપ્ત સ્વભાવ. કર્તુત્વ-ભોસ્તૃત્વભાવ તો મારા મૂળ સ્વભાવમાં છે જ નહિ.
સારા-નરસાં સંકલ્પ-વિકલ્પ, ઈષ્ટાનિષ્ટ કલ્પના, ઠગારી આશા, વ્યર્થ ચિંતા, બાહ્ય લાભ-નુકશાનીનો ખ્યાલ પણ મારું સ્વરૂપ નથી જ.
એ બધું તો છે કેવળ પૌગલિક સ્વભાવ, કર્મજન્ય વિભાવ, મોહનો વિલાસ. મારે તેની સાથે કોઈ સંબંધ નથી. હું તો સંકલ્પ-વિકલ્પ-સ્મૃતિકલ્પના વગેરેને પણ સાક્ષીભાવે જાણનારો-જોનારો છું. સંકલ્પ-વિકલ્પ વગેરેને પણ કેવળ *જાણનાર એવા આત્માને મારે જાણવો છે, માણવો છે, અનુભવવો છે. તમામ દ્રવ્ય-ભાવને સાક્ષીભાવે સાક્ષાત્ જોનાર-જાણનાર હોવાથી હું કેવલ અસંગ છું.
રાગ-દ્વેષ-મમત્વ-મોહ વગર અસંગભાવે જોનાર હોવાથી જ હું અબંધ છું. કર્ણાતીત-મોહાતીત-બંધનમુક્ત કેવળ નિર્વિકલ્પ જ્ઞાતા-દષ્ટ અસંગસાક્ષીમાત્ર છે. આવો શુદ્ધ ઉપયોગ એ મારું મૌલિક સ્વરૂપ જ છે. આ સંયમિત શુદ્ધ ઉપયોગનો જ હું આશ્રય કરું છું.
ઉપયોગની અશુદ્ધતા એ મારો સ્વભાવ નથી. કર્મજન્ય વિભાવ છે. એ વિભાવદશા સાથે મારે કાંઈ લેવા-દેવા નથી. એનાથી મને કોઈ લાભ નથી. એની મને કોઈ આવશ્યકતા પણ નથી.
મારા સ્વભાવભૂત ઉપયોગમાં* રાગ-દ્વેષ-મોહ, મલ-વિક્ષેપ-આવરણ, . જ્ઞાનમાત્ર સ્વ વં પશ્યન્નીત્મરતિનિઃ | (મધ્યત્મિવિવું રૂારૂ?) 2k, ને માતા સે વિUTIતા, ને વિતા સે તિ | ( વારે 93999) - સંતાત્મા થયે શુદ્ધપયોગ વિતરે નિઝમ્ | (જ્ઞાનસાર-૮૨) * રા ટ્રેષ વે નાસૌં, પરમતિમ રા;
राग द्वेष के भासतें, परमातमपदनास । (परमात्मछत्रीसी २३) ૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org