________________
૩૫. કેવું પૂર્ણાનંદમય મારું સ્વરૂપ ?
વાહ ! સહજાનંદી! કેવળ-આનંદ-આનંદ ને આનંદ ! દુઃખ-દર્દ, કલેશસંકલેશ, વેદના-વ્યથા, અકળામણ-ગુંગળામણ, ખેદ-ઉદ્વેગ, તાપ-સંતાપ, ચિંતા-ઉતાપ, આકુળતા-વ્યાકુળતા, રતિ-અરતિ, શોક-વિહ્વળતા, જુગુપ્સાદુગંછા, રીબામણ-સતામણ તો મારા સ્વભાવમાં જ નથી. તે તો કેવળ કર્મના પરિણામ છે. તે મારું સ્વરૂપ નથી જ. મારું સ્વરૂપ તો કેવળ આનંદમય છે. આનંદ પણ અપૂર્ણ નહિ. પરંતુ પૂર્ણ-પરિપૂર્ણ.
શુદ્ધનિશ્ચયનયથી હું છલોછલ આનંદથી ભરેલો છું, જ્ઞાનાનંદથી છલકાતો છું. પારમાર્થિક આનંદનો સ્વામી છું. હું તો પૂર્ણાનંદનો નાથ છું. આનંદઘન છું, પૂર્ણાનંદઘન છું. ! પરિપૂર્ણ આનંદનો મહાસાગર છું. આ આનંદ પણ સહજ અને નિરૂપાધિક. સ્વાધીન આનંદ ! અકૃત્રિમ પૂર્ણાનંદ ! અવિનાશી પરમાનંદ ! કદિ ઘટે નહિ તેવો અનહદ આનંદ! દુઃખથી અમિશ્રિત અપૂર્વ આનંદ. સર્વોત્કૃષ્ટ આનંદ !
અવિકૃત અખૂટ અખંડ અપરિમિત અનંત અતુલ અનુપમ આનંદ !
પરમ પ્રકૃષ્ટ પ્રચૂર પાવન પૂર્ણ પરિપૂર્ણ આનંદથી પૂર્ણ એ હું! વિમલ વિશદ વિકૃતિશૂન્ય વિશાળ વિરાટ આનંદ એ મારો વૈભવ ! નિર્દુન્દુ નિરાકુળ નિર્દોષ નિર્મળ નિરુપમ નિર્વિકલ્પ નિરંજન નિરાકાર એવા આનંદનો હું નિધિ! અહો ! અહો ! મારું સ્વરૂપ શાંત સ્થિર સહજ સ્થાયી સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આનંદથી સંપન્ન! મોહક્ષોભરહિત, કલ્પનાતરંગમુક્ત પૂર્ણઆનંદઘન!
જે મેળવવા જેવું છે તે તો સદા સન્નિહિત જ છે. નિર્મળ આત્મનિધાન જોયા પછી બહારના નિધાનો નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે. પછી મારે બહાર ફાંફા શું મારવા? જ્યાં ત્યાં માથું મારવાની, મોટું ઘાલવાની મારે શી જરૂર? અનાદિકાળની આ કુટેવને હવે દેશનિકાલ-આત્મનિકાલ આપું છું.
હે આત્મન્ ! હવે તું બહાર ભ્રમિત ન થા. “આનંદમય આત્મસ્વભાવનો ઉચ્છેદ કરવા માટે પગપેસારો કરી રહેલી વિભાવદશામાં મુંઝાઈને, પુણ્યોદયમાં અટવાઈને તારામાં જે સુખ છે તેને દુ:ખમાં શા માટે ફેરવે - શનિરયત: સત્યવાનન્દમયઃ સવા || (ધ્યાત્મસાર-૨૮૭૪) છે. પર: પ્રવિણ તે વિનાશમ્ (શાંતસુધારસ /3)
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org