________________
૩૪.
આત્મન ! તાd Hભાળ ને !
પરમાત્મા > હે આત્મન્ ! તું તારું સંભાળ.
જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગ-દ્વેષાદિ ભાવ કર્મ, અને શરીરાદિ નોકર્મથી આત્મા ભિન્ન છે. રાગાદિ મલ, ચંચળતારૂપ વિક્ષેપ અને અજ્ઞાનાત્મક આવરણથી પણ તારો આત્મા ભિન્ન જ છે. (અ) દેહ, શાતા-અશાતા-અસ્થિરતા-સડન-ગલન-પતન-વિધ્વંસન-સ્થૂલતા
કૃશતા આદિ દેહધર્મ, દેહવિષયભૂત ઔદારિકવર્ગણા આદિ પુદ્ગલપિંડ, હલન-ચલન-શયન-ભોજન-આસન આદિ દેહક્રિયા અને શ્રમ આદિ દેહક્રિયાફળથી આત્મા જુદો છે. દેહાતીત એવો તું તેનાથી અલગ છે. વચન, કર્કશતા-મધુરતા-સુસ્વરતા આદિ વાણીધર્મ, વાણીવિષયભૂત ભાષાવર્ગણા પુદ્ગલપુંજ, કંપન આદિ વાણીક્રિયા, આહ્વાદ-અણગમો
આદિ વાણીક્રિયાફળથી પણ શબ્દાતીત એવો આત્મા ન્યારો છે. (ક) ઈન્દ્રિય, બહિર્મુખતા આદિ ઈન્દ્રિયધર્મ, ઈન્દ્રિયવિષયસ્વરૂપ વર્ણ
ગંધ-રસ-સ્પર્શ-શબ્દ, વિષયસેવન આદિ ઈન્દ્રિક્રિયા, નરકગમન આદિ ઈન્દ્રક્રિયાફળ વગેરેથી અતીન્દ્રિય અમૂર્ત આત્મા સાવ ન્યારો છે. મન, ભય-ચંચળતા-તરંગીપણું વગેરે મનો ધર્મ, મનવિષયભૂત મનોવર્ગણારૂપ પુદ્ગલપુંજ, આભાસિક-માયિક ક્ષણભંગુર અને વૈષયિક એવી રતિ-અરતિ-સ્મૃતિ-કલ્પના-સંકલ્પ-વિકલ્પ આદિ મનક્રિયા તેમજ આકુળતા-વ્યાકુળતા-દુર્ગતિગમન આદિ મનક્રિયાફળથી પણ મનાતીત, નિર્વિકલ્પ, નિરાકુળ આત્મા તદન જુદો જ છે. તારાથી તદન અલગ
એવું આ બધું સંભાળવાને બદલે તું તારું સંભાળ. અનંત કાળથી કર્મ, કુસંસ્કાર, શરીર વગેરેની સાથે રહેવા છતાં તું કદિ જડ થયો નથી. હજારો વર્ષ સુધી કાચની સાથે રહેવા છતાં પોતાની વિશિષ્ટ લાયકાતના લીધે હીરો કદિ કાચ બનતો નથી. તું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છે. અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-આનંદ વગેરે તારા સ્વધર્મો છે. તારો આત્મા એ જ એકમાત્ર તારો પારમાર્થિક પ્રયોજનભૂત .. सुचिरं पि अच्छमाणो वेरुलिओ कायमणि य ओमीसो । __न उवेइ कायभावं पाहन्नगुणेण नियएण ।। (ओघनियुक्ति ७७२)
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org