________________
આત્મસ્વરૂપની સ્મૃતિ કરાવી તો પ્રતીતિ પણ કરાવો. નિજસ્વરૂપનું સ્મરણ કરાવ્યું તો હવે સાક્ષાત્કાર કરાવો.
આત્માનો બોધ આપ્યો તો પ્રબળતમ અંતરંગ મોક્ષપુરૂષાર્થ ઉપડે તેવો પ્રતિબોધ પણ આપો.
ઓ ! નિષ્કારણ કૃપાસાગર ! આપ આ બધું કરશો જ એવી પૂર્ણ શ્રદ્ધાથી પૌગલિક ગ્રાહ્ય-ગ્રાહકભાવ છોડીને આપનું આલંબન લઈને, આપના જ અલૌકિક આત્મસ્વરૂપના ધ્યાનમાં લીન થાઉં છું, તલ્લીન થાઉં છું, લયલીન થાઉં છું, સુલીન થાઉં છું, વિલીન થાઉં છું.
આપનું પૂર્ણ પરિપૂર્ણ-પૂર્ણાનંદમય, કેવલ નિર્વિકલ્પ, જ્ઞાતા-દષ્ટા, અસંગ સાક્ષીમાત્ર, શુદ્ધોપયોગરૂપ, ધ્રુવ, સિદ્ધ આત્મસ્વરૂપ મારી સમક્ષ અપરોક્ષપણે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. એની પ્રાપ્તિ અને પ્રગટીકરણ માટે જ મારા તમામ પ્રયત્નો સર્વ સંયોગમાં બની રહો.
હું ખોવાયેલ છું. મારે મારું શુદ્ધ ચૈતન્ય જ પ્રગટ કરવું છે. “શુદ્ધ પ્રગટ પૂર્ણ ચૈતન્ય જ મારું વાસ્તવિક સ્વરૂપ છે'- એવું મારા હૈયામાં વસી જાવ. બાકી બીજું બધું નીકળી જાવ. શુભ કે શુદ્ધ પર્યાયનું વેદન કરવા છતાં મારી પરિણતિ સતત શાશ્વત ચેતનતત્ત્વ ઉપર જ ઠરેલી રહે. હું મને, મારા ઉપયોગને, મારી અંતરંગ પરિણતિને નિરંતર મારા મૂળભૂત સ્વરૂપ તરફ ખેંચતો રહું. બહારનું આકર્ષણ પૂરેપૂરું નીકળી જાય. મારા આત્મદ્રવ્યમાં જ પૂરેપૂરા રસકસના મને દર્શન થાય. ત્યાં જ પૂર્ણતાની પ્રતીતિ થાય. કોઈ પણ જાતની સ્પૃહા વિના શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર મારી દષ્ટિ-પરિણતિ સ્થિર થાય. બહારમાં ડોકિયું કરવાની વૃત્તિ ખલાસ થાયઆવો અનુગ્રહ કરો, કૃપા કરો.
હે પૂર્ણ બ્રહ્મસ્વરૂપી પરમાત્મન્ ! મારો શુદ્ધાત્મા પ્રગટ થતો નથી. મને સહાય કરો. સ્વાનુભૂતિ પ્રગટે તેવો અનુગ્રહ કરો, અનુગ્રહ કરો. હે નિરંજન-નિરાકાર જગન્નાથ ! હવે તો આપ મારા હૃદયકમળમાં જાગ્રત થાવ, જાગ્રત થાવ, જાગ્રત થાવ.
હે પ્રીતમ ! હવે મારા પ્રત્યે આપને પ્રેમ-લાગણી પ્રગટ કરવાનો અવસર આવી ગયો છે. પ્રગટ થાવ. પ્રગટ થાવ. .. इत्यजस्रं स्मरन् योगी तत्स्वरूपावलंबितः ।
तन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितः ।। (ध्यानदीपिका १७४) ૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org