________________
પ્રકાશ્યો-પ્રરૂપ્યો તે જ પરમ તત્ત્વ છે. તે જ પરમ સત્ય છે. તે જ પરમાર્થ છે. તે જ મને માન્ય છે. તે જ ઉપાદેય છે. તે જ મારું પ્રેય-શ્રેય અને ધ્યેય છે. તે જ શુદ્ધ આત્મા મારે પ્રગટ કરવો છે. આપના જેવો જ મારો આત્મા શુદ્ધ છે. તું અને હું બન્ને એક જ છીએ. તેથી મારું શુદ્ધ સ્વરૂપ જ મારે ઉપાસવા યોગ્ય છે- એમ પાકી શ્રદ્ધા છે. પરંતુ મારી આ શ્રદ્ધા પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે. કારણ કે દેહાતીત-વચનાતીત-મનાતીત આત્માનો મને અનુભવ નથી. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી અલગ જ્ઞાનમય આત્માની મને સ્પષ્ટ પ્રતીતિ જ થતી નથી. દ્રવ્યસ્વભાવથી શુદ્ધ હોવા છતાં પર્યાયમાં ઘણો જ મલિન છું. મલિનતા સાથે તાદાભ્યઅધ્યાસ વર્તી રહ્યો છે. એ જ તો મારો મોટો ભયંકર ગુનો છે. ચૈતન્યરમણતા વિનાના વિકલ્પકોલાહલમાં હું થાકનો અનુભવ કરી રહ્યો છું. આપ તો ચેતનવરમાં વિશ્રાન્ત થયા છો. હું સંકલ્પ-વિકલ્પો અને રાગાદિ વિભાવ સાથે એકાકાર-એકરસ બની ગયો છું. તેથી જ રાગ-દ્વેષ-મોહથી શૂન્ય, મલ-વિક્ષેપ-આવરણથી ભિન્ન, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પથી જુદો મારો આત્મા ભાસતો નથી. વિભાવદશાથી મુક્ત એવી સ્વભાવદશાની કોઈ અનુભૂતિ મને થતી નથી. સત્ત્વ-તમોરજોગુણથી અલગ વિશુદ્ધ આત્મા મારા અનુભવમાં આવતો નથી.
ભલે તેવી પ્રતીતિ ન થાય પણ તમે પ્રગટ કરેલું- પ્રકાશેલું-પ્રરૂપેલું આત્મતત્ત્વ એ જ પરમ તત્ત્વ છે. આપની જ વાણી પરમ સત્ય છે. મારનારનું પણ આપે, છબસ્થદશામાં પણ, ભૂંડું ઈચ્છલ નથી. ઊલટું તેમનું પણ કરુણાભાવથી હિત ચાહેલ છે. તો કોઈને કદિ ય ખોટો માર્ગ બતાવવાની તો ઈચ્છા પણ આપને કેમ થાય? આપે એકાંત-મન-ધ્યાન-કાયોત્સર્ગમય અસંગતા-સહિષ્ણુતા-અંતર્મુખતાપ્રધાન મોક્ષમાર્ગ માત્ર બતાવેલ જ નથી. આચરેલ પણ છે. તે પણ બે-ચાર દિવસ નહિ. આખો જન્મારો જ આમાં ગાળેલ છે. અને પછી માત્ર હિતબુદ્ધિથી, કરુણાથી માર્ગ બતાવેલ છે.
પ્રભુ ! અત્યંત કરુણા કરીને આપે મારા આત્માનું ભાન કરાવ્યું. તો હવે તેનું હૃદયમાં ભાન કરાવો. આત્માની પરોક્ષ શ્રદ્ધા કરાવી તો હવે પ્રત્યક્ષ શ્રદ્ધા કરાવો.
પરમાત્મા છું સોડä થોડદું જ પરમેશ્વરઃ | मदन्यो न मयोपास्यः मदन्येन च नाप्यहम् ॥ (ध्यानदीपिका-१७६) દ્રવ્યર્મવિનિર્મ, મવિમવનતં ! नोकर्मरहितं विद्धि, निश्चयेन चिदात्मकं ॥ (परमानंदपंचविंशति-८)
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org