________________
33.
જિનદશા શeણં મમ:
અહો ! પ્રભુ ! આપની અપ્રમત્ત દેહાકૃતિ, સૌમ્ય મુખાકૃતિ, અવિકારી નેત્રયુગલ, પ્રશમરસ ઝરતી શરીરમુદ્રા, કરુણારસ વહાવતી મુખમુદ્રા, અપૂર્વ આત્મસ્વભાવને પ્રેરક એવું આપનું દિવ્યદર્શન. સાધનાકાળમાં કેવી અપૂર્વતમ તીવ્ર મુમુક્ષુતા ! પડતી ચિત્તવૃત્તિને સ્થિર કરતી આપની અપૂર્વ વાણી !
અહો ! એકાંત-મૌન-ધ્યાન-કાયોત્સર્ગમય અપ્રમત્ત અંતરંગ સાધનામાં રમણતા. અહો ! કલાકો, દિવસો કે માત્ર મહિનાઓ જ નહિ પણ વર્ષો સુધી આત્મસાધનામાં આપની સુદઢ અપ્રમત્ત અવસ્થા, અપૂર્વ સમતા. અભુત ક્ષમા !
અહો ! અત્યંત સ્વરૂપવાન દેવાંગના અને અપ્સરાઓના કામોત્તેજક હાવભાવો વચ્ચે પણ સાધનાદશામાં ય આપની પરમ નિર્વિકારીતા !
કેવી બેનમુન દઢતા, અવિચલ આત્મલીનતા ! ઝળહળતો વૈરાગ્ય, અનન્ય અંતર્મુખતા ! ખરેખર આ બધું અપૂર્વ છે, અદ્ભુત છે, અનુપમ છે. આપની કેવી અજોડ આત્મસ્થિરતા ! અનુપમ ધ્યાનનિમગ્નતા !
અવર્ણનીય અકિંચનતા અને અલૌકિક અસંગ ભાવ !
ભયંકરમાં ભયંકર ઉપસર્ગ-પરિષહો પણ જરા ય આપને ચલાયમાન કરી જ ના શકે એવી કોઈક અજબ-ગજબની દેહાધ્યાસમુક્તતા! અદ્ભુત ઐશ્વર્ય વચ્ચે પણ આપની અખંડ આત્મલીનતા ! અહો ! અહો !
પ્રગાઢ આત્મતૃપ્તિ ! પ્રચંડ આત્મસામર્થ્ય ! અનંત ધીરતા-વીરતાગંભીરતા-નમ્રતા-સરળતા ! કેવી ઉચ્ચતમ આત્મદશા આપે પ્રગટ કરી છે!
કેવો અસંગ-અવિનાશી-અવિકારી, નિરંજન-નિરાકાર-નિર્વિકલ્પ-નિર્ઝન્થનિર્લેપ-નિસ્તરંગ-નિરાકુલ, નિત્ય-નિર્બન્ધ-નિર્વિકાર-નિરુપમ-નિષ્ક્રિય-નિ સંગનિર્દોષ, અજર અમર આત્મા આપે પ્રગટ કર્યો !
આપના અવિનાશી આત્માનો પ્રગટ વૈભવ પણ કેવો અદ્ભુત છે! પરિપૂર્ણ અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ-શક્તિ-શુદ્ધિ-સિદ્ધિ-સ્થિરતાઅનંતગુણવિભૂતિ !
પ્રભુ આપે જેવો શુદ્ધ આત્મા જાણ્યો-જોયો-અનુભવ્યો. પ્રગટ કર્યો.
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org