________________
પ્રેમ કરવો છે. તારી નિઃસ્વાર્થ ભક્તિ કરવી છે. તારા ઉપર હૈયાનું હેત વરસાવવું છે. તે શુદ્ધાત્મા ! તને પ્રગટ કરવો, તારા વંદન-પૂજન કરવા, તને ચાહવો, તારી ઉપાસના કરવી એ જ તો પારમાર્થિક જિનાજ્ઞા છે. આવી દુર્લભ મહામંગલકારી લોકોત્તર અમૂલ્ય જિનાજ્ઞા ! હું તારા ચરણેશરણે છું. તારું શરણ અને સ્મરણ મને મુક્તિ અપાવશે- એવો પાકો ભરોસો છે. જિનાજ્ઞા શરણં મમ.. જિનાજ્ઞા... શરણે... મમ..
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org